તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:GIDC માં ગેસના ગોડાઉન પાસેના કચરામાં ભીષણ આગ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરભરમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા
 • બુધવાર રાત્રીના લાગેલી આગ બુઝાવવા 60,000 લીટર પાણીનો મારો

જૂનાગઢ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગેસના ગોડાઉન પાસેના કચરામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે જેને બુઝાવવા ફાયર ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના જીઆઇડીસી પાસે ગેસના ગોડાઉન નજીક ડમ્પિંગ ગ્રાઉન્ડ આવેલું છે. અહિં કચરાના ઢગમાં બુધવાર રાત્રીના 9 વાગ્યાથી આગ લાગી હતી જે ગુરૂવાર બપોર સુધી કાબુમાં આવી ન હતી.

આગના કારણે શહેરના આકાશમાં ધૂમાડાના ગોટે ગોટા ચડયા હતા જે દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતા ફાયર ટીમના 3 શિફ્ટના કર્મીઓ આગ બૂઝાવવા સતત દોડધામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ફાયરની ગાડીના 9 ફેરા તેમજ 3 ટેન્કરના ફેરા મળી કુલ 60,000 લીટરથી વધુ પાણીનો મારો ચલાવાયો છે. જોકે, અંદર રહેલા પ્લાસ્ટિકના કચરાના કારણે આગ બુઝાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો