તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરલ:ગીરના જંગલની સહરદી વિસ્તામાં સિંહ સિંહણ વચ્ચે જામી ખૂંખાર લડાઇ, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

જૂનાગઢ8 દિવસ પહેલા
 • સિંહ-સિંહણ એક બીજા પર હાવી થવાના દ્રશ્યો રાહદારીએ કેમેરામાં કર્યા કેદ
 • સિંહ-સિંહણની લડાઇ મેટીંગ માટે થઇ રહી હોવાનું અનુમાન

ઘર હોય ત્યાં વાસણ ખખડે એવી ઉકિત કદાચ માત્ર માણસને લાગુ પડતી નથી. સાવજ પરિવારમાં પણ સિંહ-સિંહણ વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડા થઇ જાય છે. ગીરના જંગલની સહરદ આસપાસના રસ્‍તા પર સિંહ-સિંહણની વચ્‍ચે લડાઇ થતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સિંહ અને સિંહણ એક બીજા પર કાબુ મેળવવા પ્રયાસ કરતા નજરે પડે છે અને અંતે વનરાજ સિંહણને લઇને જંગલ તરફ જવામાં સફળ થાય છે.

વાયરલ થયેલા આ વિડીઓમાં સિંહણ અને સિંહણ લડાઇ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં એક બીજા પર હાવી થવાનો પ્રસાય કરી રહ્યા છે. જ્યારે આખરે વનરાજ સિંહણને જંગલમાં લઇ જવામાં સફળ થયો થાય છે. સિંહ-સિંહણની લડાઇ મેટીંગ માટે થઇ રહી હોવાનું અનુમાન વ્‍યક્ત કરાઇ રહ્યુ છે. સિંહ-સિંહણની લડાઇના નિહાળવા રાહદાકરીઓ થંભી ગયા હતા અને કોઇ રાહદારીએ આ વિડીયો વનાવ્યો હતો, હાલ તો સિંહ-સિંહણની રસ્‍તા પરની લડાઇનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોમાંચભરી રીતે નિહાળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો સિંહ-સિંહણનો વિડીયો ગીરના જંગલની આસપાસના કોઇ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાનો હોવાનું અનુમાન વ્‍યકત કરાઇ રહયુ છે. કારણ કે, અવાર નવાર બોર્ડરના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તા પર સિંહ-સિંહણ લટાર મારતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો