તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન વિભાગની ગંભીર બેદરકારી:સિંહણે ફેરણું ન થતું હોવાની પોલ ખોલી નાખી, વન વિભાગે ગણતરી કરી હતી તો 1 સિંહબાળ કેવી રીતે ખૂટ્યું?, અનેક સવાલો ઊભા થયા

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિંહો સલામત હોવાના દાવા આપોઆપ પોકળ સાબિત થયા

ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહબાળની હત્યાના વટાણા વેરી નાખ્યા, આથી ખુદ વન વિભાગની સબસલામતની વાતો પોકળ હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સિંહણે શિકારી પર હુમલો કર્યા બાદ પોલીસની મદદથી સૌરાષ્ટ્રભરમાંથી કુલ 38 શંકાસ્પદોને ઝડપી લીધા. એ પૈકી 10ને સુત્રાપાડા કોર્ટે જેલહવાલે કર્યા છે. એ દરમિયાન જેમણે ફાંસલો બનાવી આપ્યો હતો તેની પૂછપરછના આધારે ડુંગરપુરથી સોનૈયા પકડાયો. અને તેણે સિંહબાળની હત્યા કબૂલી. આ સાથે જ 4 ફેબ્રુ. 2021ના રોજ વન વિભાગે સિંહો સલામત છે, શિકારીઓ નાનાં પ્રાણીઓનો જ શિકાર કરે છે અને તેમનો સિંહનો શિકાર કરવાનો કોઇ હેતુ નહોતો, એમ કહીને બચાવ કર્યો હતો એ ખોટો ઠર્યો છે.

વન વિભાગ સામે અનેક સવાલો
આમ છતાં હજુ સુધી એકપણ જવાબદાર સામે પગલાં તો નથી જ લેવાયાં. વળી, 2007માં સિંહનો શિકાર કરતી ટોળકી સાથે આ શિકારીને કોઇ કનેક્શન નથી, એમ પણ જણાવ્યું છે. તો પછી સોનૈયાએ જે સિંહબાળની હત્યા કરી એનાં અંગોનું શું કર્યું ? એ કોને વેચ્યાં ? મૃતદેહના અવશેષોનો નિકાલ કેવી રીતે કર્યો ? સિંહનાં અંગો ખરીદી શકે એવી નવી ગેંગ શોધી કે શું? આ બધા સવાલો વન વિભાગ સામે મોં ફાડીને ઊભા છે.

સોનૈયાએ સિંહબાળની હત્યા કરી તો એ વખતે એક સિંહબાળ ખૂટતું હોવાનું ફેરણું કરનારના ધ્યાને કેમ ન આવ્યું ? દરેક બીટની ગણતરી તો દર પૂનમે થાય છે એ ખુદ વન વિભાગે જાહેર કરેલું છે. તો જે-તે વખતે સિંહબાળની સંખ્યાનો મેળ કેવી રીતે બેસાડાયો? આ સવાલનો જવાબ વન વિભાગ પાસે છે ખરો? વન વિભાગની કામગીરી ફક્ત ફરવા આવતા લોકોને નિયમ દેખાડીને દંડ વસૂલવા પૂરતી સીમિત છે કે શું?

લાખ્ખો રૂપિયાનો કંટ્રોલ રૂમ શું કામ આવ્યો ?
વન વિભાગે લાખ્ખો રૂપિયાના ખર્ચે સાસણમાં સિંહોના સંરક્ષણ માટે એક કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે અને સિંહનાં જુદાં જુદાં ગ્રુપોમાં કોઇ એક સિંહને રેડિયો કોલર લગાવ્યો હતો, આ સાથે બીટ લેવલે વનકર્મીઓને આધુનિક ઉપકરણોથી સજ્જ કરાયા હતા, પણ આજની તારીખે આ બધો ખર્ચ માથે પડ્યો હોવાનું સામે આવ્યું છે.

સિંહણે વન વિભાગની પોલ ખોલી
જો સુત્રાપાડાના ખાંભા પાસે સિંહણે પોતાના બચ્ચાને ફસાયેલું જોઇને શિકારી પર હુમલો ન કર્યો હોત તો એ સિંહબાળની પણ હત્યા થઇ હોત. આ તો સિંહણે આખો ખેલ બગાડી નાખ્યો. ખુદ વન વિભાગની પોલ પણ આ સાથે સિંહણે ખોલી નાખી.

ખાંભાના બનાવમાં આરોપીઓના જામીન ફગાવાયા
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તા. 3 ફેબ્રુ.ના રોજ બનેલી સિંહબાળ ફાંસલામાં ફસાયાની ઘટના બાદ ઝડપાયેલા એક જ પરિવારની શિકારી ટોળકી પૈકી 10 લોકોને ખાંભા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યા બાદ જેલહવાલે કરાયા હતા. આ તમામે સુત્રાપાડા કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો