પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી:જૂનાગઢમાં દારૂ પી ઘરમાં તોડફોડ કરતા નશાખોર પતિથી કંટાળી ગેયલી પત્નીએ પતિને પોલીસના હવાલે કર્યો

જુનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ અવાર-નવાર દારૂ પી આવીને જેમ તેમ બોલાચાલી કરી ઘરમાં તોડફોડ કરતો હતો

જૂનાગઢ શહેરમાં નશાખોર પતિ દારૂ પી ઘરમાં તોડફોડ કરતો હોવાથી કંટાળી ગયેલી પત્નીએ પોલીસને જાણ કરી પતિને પકડાવી દીધો હતો. નશો કરેલી હાલતમાં પતિને પકડી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં નીચલા દાતાર રોડ વિસ્તારમાં રહેતા રૂક્ષાનાબેન હારૂનભાઇ મિયાવા (ઉ.વ.45) ઘરે હતા. ત્યારે તેના પતિ હારૂન અબ્દુલ મિયાવાએ ઘરે દારૂ પી આવીને જેમ તેમ બોલાચાલી કરી ઘરમાં તોડફોડ કરી હતી. અવાર-નવાર તે જેમતેમ બોલતો હોવાથી તેમના પત્નીએ પોલીસને જાણ કરી હતી. જેને લઈ બી-ડીવીઝન પોલીસ સ્ટાફે તેના ઘરે દોડી આવ્યો હતો. બાદમાં ઘરમાંથી જ હારૂન અબ્દુલને નશો કરેલી હાલતમાં પકડી લીધો હતો. આ અંગે રૂક્ષાનાબેનએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...