સમસ્યા:જૂનાગઢ શહેરના બાયપાસમાં ગાબડાથી અકસ્માતની ભિતી

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ કામ ચાલ્યું પ્રજા હેરાન થઇ, કરોડોના ખર્ચ છત્તાં રોડમાં ખાડા?

જૂનાગઢ બાયપાસ રોડમાં ઠેકઠેકાણે મસમોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. આ અંગે મનોજભાઇ રાણીંગાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ બાયપાસ રોડનું કામ 1 વર્ષ કરતા વધુ સમય ચાલ્યું હોય વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે, આટલો સમય હાલાકી ભોગવ્યા બાદ અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છત્તાં પણ બાયપાસમાં ઠેકઠેકાણે મસમોટા ગાબડા પડી જતા હાલકી ઔર વધી ગઇ છે.

બાયપાસ રોડમાં મધુરમ ગેઇટ પાસે, હિંગળાજ હોટેલ પાસે તેમજ અન્ય કેટલીયે જગ્યાએ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે ખામધ્રોળ ચોકડી પાસે તો રોડ બેસી ગયો છે. ત્યારે આ કામમાં ગેરરિતી કરાયાની આશંકા હોય તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા સાથે રોડને સત્વરે રિપેર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...