તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોલીસે પકડેલા પુત્રને ભગાડી જવા પિતાની નિષ્ફળ કોશીષ

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મધુરમ પાસે PCR વાનમાંથી આરોપી છટકી ન શક્યો

13 મેનાં રોજ સાંજે 7:40 વાગ્યે મધુરમ બસ સ્ટોપ પાસે નદીમ ઉર્ફે વિકી મુન્નાભાઇ મીર (ઉ. 23) નામનો શખ્સ માસ્ક પહેર્યા વિના આંટાફેરા મારતો હોઇ પોલીસે બોલાવતાં તે એક્ટિવા પર ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં તે પડી ગયો હતો. પોલીસે તેને પકડી પીસીઆર વાનમાં બેસવા કહેતાં બેસતો નહોતો. આથી તેને ઉંચકીને વાનમાં બેસાડી સી ડિવીઝન પોલીસ સ્ટેશને લાવતા હતા. એ વખતે તેના પિતા મુન્નાભાઇ ઇબ્રાહીમભાઇ મીર તેને છોડાવવા મોટરસાઇકલ પર આવ્યા હતા. તેણે પુત્રને વાનમાંથી કૂદી જવા કહેતાં નદીમે ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ કોન્સટેબલ સંજયભાઇ ધીરજલાલ ચાવડાએ તેને પકડી ફરીથી બેસાડી દીધો. જ્યારે તેના પિતા મુન્નાભાઇ સોસાયટી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે બંને પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો