ઉનાની ઘટના:સસરાએ પુત્રવધુને કુવામાંથી પાણી ભરવાનું કહ્યું, પુત્રવધુએ ના કહેતા ઉશ્કેરાયેલા સસરાએ ઝેરી દવા પીવડાવી દીધી

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રવધુની તબીયત સારી ન હોવાથી તેણે પાણી ભરવાની ના પાડી હતી
  • પુત્રવધુએ સસરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગીર સોમનાથના ઉના તાલુકાના દુધાળા ગામથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સસરાએ પુત્રવધુને કુવામાંથી પાણી ભરવાનું કહેતાં પુત્રવધુની તબીયત સારી ન હોવાથી તેણે ના પાડતાં સસરાએ પુત્રવધુને ઝેરી પ્રવાહી પીવડાવી દેતાં સમગ્ર પંથકામાં આ વાત ચર્ચાનો વિષય બની છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લેતી પુત્રવધુએ સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ચકચારી મામલા અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉનાના દુધાળા ગામે સંયુક્ત પરીવારમાં પરીણિતા તેના સસરા ભાણજીભાઈ પરમાર અને જેઠ-જેઠાણી સાથે રહે છે. તેનો પતિ હરેશ મજૂરી કામ અર્થે હાલ મુંબઈ છે. આ દરમિયાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના સુમારે પરીણિતા ઘરે હતી અને તેના જેઠ જેઠાણી ઉપરના માળે તેના રૂમમા હતા.

આ દરમિયાન પરીણિતાના સસરાએ વાડીએથી ઘરે આવીને પરીણિતાને કહ્યું કે કુવામાથી પાણી ખેંચી દે, જ્યારે પરીણિતા કહ્યું કે, મને છાતીમા દુ:ખે છે જેથી હું પાણી ખેંચી નહી શકું. તેમ કહેતા સસરા ભણજીભાઈ એકદમ ઉશકેરાઇને મનફાવે ગાળો બોલી એક પ્લાસ્ટીકની બોટલમાંથી ઝેરી દવા પરીણિતાને જબરદસ્તી પીવડાવી દીધી હતી.

આ દરમિયાન પરીણિતાએ રાડારાડ કરતા ઉપરના મળેથી જેઠ-જેઠાણી આવી ગયાં હતી અને તેના મોટા બેન કિરણબેન રમેશભાઇ ઝાલા (રહે. વાસોજ ગામ)ને ફોન કરી બનાવની જાણ કરી હતી અને તાત્કાલીક જેઠ જેઠાણીએ મોટર સાયકલમાં બેસાડી પરીણિતાને સીમર ગામના સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યારે ત્યાંથી વધુ સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ સારવાર અપાવી હતી.

હોસ્પીટલના બિછાનેથી પુત્રવધુએ તેના સસરા ભાણજી નાથાભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાવતાપોલીસે આઇપીસી કલમ 328, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...