અકસ્માત:જૂનાગઢના વડાલ નજીક વહેલી સવારે બંધ ટ્રક પાછળ મેટાડોર ઘૂસી જતા પુત્રની નજર સામે પિતાનું મોત

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના માલીયાસણથી પિતા-પુત્ર માંગરોળ તરફ જઈ રહેલ ત્યારે વડાલ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયેલ

જૂનાગઢ તાલુકાના વડાલ નજીક બંધ ટ્રક રોડ પર ઉભો હતો. ત્યારે વહેલી સવારે તેની પાછળ મેટાડોર ઘુસી જતા પુત્રની નજર સામે પિતાનું મોત થયું હતું. આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટ નજીકના માલીયાસણ ગામમાં રહેતા અને ફુલનો વ્યવસાય કરતા સંજયભાઈ અશોકભાઈ પરમાર અને તેના પિતા અશોકભાઈ કરશનભાઈ પ૨મા૨ વહેલી સવારે મેટાડોર લઈ રાજકોટથી માંગરોળ નર્સરીએ જવા નીકળ્યા હતા. તેઓ ચોકી અને વડાલ વચ્ચે પહોંચ્યા તે સમયે અંધારૂ હોય ત્યારે રોડ પર એક ટ્રક કોઈ ઇન્ડિકેટર કે કોઈ સિગ્નલ વગર ઉભો હતો. ઝાકળ જેવું હોવાથી આ ટ્રક ન દેખાતા મેટાડોર ટ્રકની પાછળ અથડાયું હતું. જેમાં અશોકભાઈને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. આમ પુત્રની નજર સામે પિતાનું મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે સંજયભાઈ પરમારે રોડ પર ટ્રક ઉભો રાખનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...