તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કેશોદના પંચાળા ગામે પુત્રના મોતના આઘાતમાં ખેડૂત પિતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શોભાવડલા ગામે પાકમાં છાંટેલી દવાની અસરથી ખેડૂતનું મોત
 • પુત્રનું ચાર માસ પહેલા જ થયેલા મોતનો આઘાત જીરવી ન શક્યા

કેશોદના પંચાળા ગામે પુત્રનું 4 માસ પહેલાં મૃત્યુ થયા બાદ તેના પિતા હજુ આઘાત જીરવી નહોતા શક્યા. આથી તેમણે પણ ઝેરી દવા પી લેતાં તેમનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે વિસાવદરના શોભાવડલા (લશ્કર)માં પાકમાં છાંટેલી દવાની અસરથી યુવાન ખેડૂતનું મોત નિપજ્યું હતું.

જંતુનાશક દવા ગટગટાવી આપઘાત
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદ તાલુકાના પંચાળા ગામના મોહનભાઇ ગોવિદભાઇ મોકરીયા (ઉ. 50) નામના આધેડના પુત્ર ચેતનભાઇનું ચારેક માસ પહેલાં મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ જીરવી નહોતા શકતા. આથી તેમણે ગત તા. 12 નવે.ના રોજ રાત્રે 10 વાગ્યે પોતાને ઘેર ઝેરી દવા પી લેતાં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે વિસાવદર તાલુકાના શોભાવડલા (લશ્કર) ગામના ભરતભાઈ ક્લ્યાણજીભાઈ ચાવડા (ઉ. 35) નામના યુવાન ખેડૂતે ખેતરમાં ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. જેની અસર થઇ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો