તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મનિર્ભર ગુજરાત પેકેજ:ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે ગાયના નિભાવ અને જીવામૃત માટે મળશે રૂ. 10.08 કરોડ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ ખાતે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ખેડૂતોને મંજુરીના હુકમનું કરાયું વિતરણ
  • ભારતિય સંસ્કૃતિના પાયામાં ખેતી છે : મંત્રી જવાહર ચાવડા

જૂનાગઢ જિલ્લામાં 4800 ખેડૂતોને પ્રાકૃતિક ખેતિ સાથે દેશી ગાયના નિભાવ માટે પ્રત્યેક ખેડૂતને રૂ. 10800 મુજબ રૂ. 5.18 કરોડની સહાય મળશે તેમજ જીવામૃત માટે 1350 ખેડૂતોને રૂ.4.90 કરોડની સાધન સહાય મળશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કયાણના યોજનામાં આ સહાયના મંજુરી હુકમોનું પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે વિતરણ કરાયુ હતું.

આ પ્રસંગે મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિના પાયામાં કૃષિ છે. 25 વર્ષ પહેલા કૃષિ ઉત્પાદન 13 હજાર કરોડ હતુ આજે 1.70 લાખ કરોડ થયું છે. ખેડૂતોને અગાઉ 16 થી 18 ટકા વ્યાજે લોન અપાતી જે આજે ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયાએ કહયું કે, કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતીમાં હંમેશા દેશી છાણીયુ ખાતર નાખવા પર ભાર મુક્યો છે. જમીનને જીવંત રાખવા દેશી ખાતર આવશ્યક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો