તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ખેડૂતોની ડુંગળી બજારમાં આવતા જ નિકાસ બંધ કરી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તાત્કાલીક નિકાસ શરૂ કરવા ખેડૂત હિત રક્ષક સમિતીની માંગ

ખેડૂતોની ડુંગળીનો પાક બજારમાં આવતા જ સરકારે નિકાસ બંધ કરી છે અને અન્ય દેશોમાંથી આયાત શરૂ કરી છે. ત્યારે આયાત બંધ કરી નિકાસ ચાલુ કરવાની માંગ કરાઇ છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના કન્વીર અતુલ શેખડાએ જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચતું કરવા અપાયેલા આવેદનમાં જણાવાયું છેે કે, સરકારની દાનત જ નથી ખેડૂતોની આવક ડબલ કરવાની! કારણ કે, જ્યારે ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામીલનાડુ સહિતના રાજ્યોના ખેડૂતોનો ડુંગળીનો પાક બજારમાં આવ્યો છે ત્યારે જ સરકારને નિકાસ બંધ કરી દીધી છે. એટલું જ નહિ ઇઝરાયેલ, તુર્કી વગેરે દેશોમાંથી ડુંગળીની આયાત શરૂ કરી દીધી છે.પરિણામે ડુંગળીના ભાવ સતત નીચે જઇ રહ્યા છે. આવા સમયે સંગ્રહખોરો સસ્તા ભાવે ડુંગળી પડાવી લઇ સંગ્રહ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો