ખેડૂતો મુશ્કેલીમા મુકાયા:વડિયામાં ડુંગળીનાં ભાવ ન મળતા ખેડૂતોએ ઉભા ખેતરમાં પશુઓને ચરવા મુકી દીધા

વડીયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વડીયા પંથકમા અનેક ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ છે. પરંતુ ખેડૂતોને ડુંગળીનો ભાવ પુરતો ન મળતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરમા પશુઓને ચરાવવા માટે છોડી મુકયા હતા. આ વર્ષે ડુંગળીના સારા ભાવ જોઈને ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ડુંગળીનો પાક તૈયાર થતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને પુરતેા ભાવ મળતો ન હોય જેથી ખેડૂતને મજૂરી પણ ન છૂટે માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલી ડુંગળીમા ઘેટા બકરા સહિત પશુઓને ચારા માટે ખેતરોમા છોડી દીધા હતા. સારા ભાવની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.ખેડૂતોને હાલ અન્ય વાવેતર કરવાની પણ જરૂર હોય છે.

ત્યારે ડુંગળીનો સ્ટોક કરીને રાખી શકાય તેવા ગોડાઉન પણ હોતા નથી. રાખે તો થોડા સમયમાં ડુંગળી બગડી જવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાતી હોય છે. જેને લઇને ખેડૂતોએ માત્ર એક જ વિચાર કરી ગામના માલધારીઓને પોતાના પશુઓ લઈ આવવા ખેડૂતોના ખેતરોમાં છુટા ચરાવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...