વીજ સમસ્યા:કોડીનારના ડોળાસા સહિત આજુબાજુના ગામોમાં 10 કલાકને બદલે 2 કલાક જ વીજળી મળતાં ખેડૂતો પરેશાન

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ પાકમાં પિયત શરૂ કરવના સમયે જ વીજ ધાંધીયાથી ખેડૂતોમાં રોષ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામ સહિત આસપાસના ગામોમાં ખેતીવાડીની વીજળી દિવસમાં માત્ર બે કલાક જ આવતી હોવાથી ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. કારણ કે, હાલ ખેતીના પાકોને પિયત કરવું જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ છે.

કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકાના 40થી વધુ ગામો ડોળાસા આસપાસ આવેલા છે. આ તમામ ગામોનું કેન્દ્ર ડોળાસા છે. આ વિસ્તારમાં મગફળી, કપાસ, બાજરીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે. આ ચોમાસા દરમ્યાન વરસાદ ઓછો થતાં એક તબક્કે દુષ્કાળની ભીતિ ઊભી થયેલી, પરંતુ ચોમાસાના અંતિમ દિવસોમાં સારો એવો વરસાદ વરસી જતા પાક પાકશે તેવી ખેડૂતોમાં આશા જન્મી હતી. ત્યારે ચોમાસાની પૂર્ણાહુતિ થઈ છે એવા સમયે આ વિસ્તારના ખેતરોમાં લહેરાતો પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ સર્જાય છે. કેમ કે, કૂવામાં પાણી થઇ જતા ખેડૂતો ને એમ હતું કે પિયત કરી પાકને બચાવી લઈશુ. પરંતુ ડોળાસાના ખેતીવાડી વિસ્તારમાં દિવસ દરમ્યાન માત્ર બે કલાક અને તે પણ કટકે કટકે વીજ પુરવઠો મળતો હોવાથી પિયતની કામગીરી ખેડૂતો કરી શકતા નથી.

એ પણ એવા સમયે જ્યારે રાજ્ય સરકાર ખેતીવાડીમાં 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી રહી છે. જેની સામે વીજળી માત્ર બે કલાક મળતી હોવાના કારણે પિયતની કામગીરી થઈ શકતી નથી. જેના લીધે પંથકના ડોળાસા, અડવી, વેળવા, માલગામ, પંચપીપળવા, જાંત્રનખડી, નાનાવનડા, ફાફણી, જમનંવાડા, સોનાપરા, બોડીદર, જૈનજરિયા, કાણકિયા સહિતના ગામોમાં વરસાદના અભાવે પાકને બચાવવા તત્કાળ મોલ ને પાણી પાવું પડે તેમ છે. પરંતુ વીજ ધાંધિયાના કારણે છતાં પાણીએ પિયત કરવાની કામગીરી થઈ શકતું નથી.

આ બાબતે ખેડૂતોએ કોડીનાર વીજકચેરી ખાતે રજૂઆત કરી સત્વરે ખેતીનો વીજ પુરવઠો પૂરો પાડવા માંગણી કરી છે. જો આમ નહીં થાય તો ખેડૂતોને આંદોલન કરવાનો માર્ગ પર આગળ વધવું પડશે. જેથી વ્હેલીતકે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...