તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિકારી ઝડપાયો:કોડીનારના કડવાસણથી ચંદન ઘોનો શિકાર કરનાર શિકારીને ખેડૂતોએ ઝડપી વનવિભાગને સોંપ્યો

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકારી પાસેથી બે ચંદન ઘો ના મૃતદેહ અને હથીયાર વન વિભાગે જપ્ત કરી તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાશણ ગામેથી ચંદન ઘો તરીકે ઓળખાતા બે જીવનો શિકાર કરનાર શિકારીને સ્થાનિક ખેડૂતએ પકડી પાડી વન વિભાગને સોંપતા આરોપી શિકારીની અટકાયત કરી ગુનો દાખલ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસન ગામે વાડી વિસ્તારમાં ચંદન ઘો નામના પશુ જીવનો શિકાર કરી રહેલા એક શખ્સને તે વિસ્તારના ખેડૂતો જોઈ જતા રંગે હાથએ ઝડપી લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ કડવાસન ગામે સ્થળ પર પહોંચતા ખેડૂતોએ આરોપીને સોપેલ હતો. આ અંગે ફોરેસ્ટર રવિભાઈ મોરીના જણાવ્યા મુજબ ખેડૂતોએ પકડેલ આરોપી શિકારી શખ્સ પાસેથી 2 ચંદન ઘો અને હથિયાર મળી આવતા કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ પરબત છે. અને આ શિકારી પ્રવૃત્તિમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ ? ચંદન ઘોના મૃતદેહ કોને આપવાના હતા ? પશુ જીવના મૃતદેહનો કેટલામાં સોદો થયો છે ? સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પુછપરછ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ મામલે કોડીનાર સહિત આસપાસના વિસ્તારમાં ચંદન ઘો તેમજ અન્ય પ્રાણીઓના શિકાર કરતી ગેંગ સક્રિય હોઈ શકે તેના આધારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...