તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Farmers Angry Over Non restoration Of Agricultural Power Supply In Villages Under Bodidar Feeder Of Gir Gadha, Sparks Agitation From 21st

અલ્ટીમેટમ:ગીર ગઢડાના બોડીદર ફીડર હેઠળના ગામોમાં ખેતીવાડીનો વીજ પુરવઠો પૂર્વવત ના થતા ખેડૂતોમાં રોષ, 21મીથી આંદોલનની ચીમકી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર પાઠવી રહેલ ખેડૂતો - Divya Bhaskar
આવેદનપત્ર પાઠવી રહેલ ખેડૂતો
  • મામલતદારને આવેદનપત્ર પાઠવી ચીમકી આપવામા આવી

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર વીજ ફીડર હેઠળના બોડીદર, જાંજરીયા, સોનપરા, કાણકીયા, આંબાવડ, કરેણી સહિતના અનેક ગામોમાં વાવાઝોડા બાદ હજુ પણ ખેતીવાડી વીજ પુરવઠો પુર્વવત થયો નથી. પરિણામે નથી ખેડૂતો પિયત કરી શકતા કે નથી માલઢોરને પાણી પીવડાવી શકતા. જેના લીધે આ ગામોના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જો તાકીદે વીજળી પુર્વવત નહીં કરાય તો 21 મીથી આંદોલન કરવાની ચીમકી આપી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, વાવાઝોડામાં ગીરગઢડા, ઉના તાલુકાને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. આ બન્ને તાલુકાના આશરે 150 થી પણ વધુ ગામડાઓમાં વીજ પોલ પડી ગયેલ છે. જેથી આ બન્ને તાલુકાના સમગ્ર વિસ્તાર અંધકારમય બની ચુકયો છે. પીજીવીસીએલ દ્વારા રહેણાંકી ગામોને તો 15 દિવસમાં વીજળી ઉપલ્બધ કરાવી દીધેલ છે. પરંતુ બોડીદર ફીડર હેઠળના ગામોના વાડી વિસ્તારમાં આજદીન સુધી કોઈ કામ થયેલ નથી.

ગામડાઓની મોટા પ્રમાણની વસ્તી વાડી વિસ્તારમાં જ રહે છે.જેથી વિજળી ન હોવાથી માલઢોરને પાણી પીવડાવામાં ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ખેતરમાં ઉભેલ પાક પણ પિયત ન થવાના કારણે સુકાઈ ગયેલ છે. હાલ પેટ્રોલ ડિઝલના ભાવ પણ આસમાને પહોંચેલ છે. જેથી જનરેટર દ્વારા પણ પિયત કરવું ખેડૂતોને પરવડે તેમ નથી.

વધુમાં બોડીદર ફિંડર હેઠળ આવતા ગામડાઓના ઘણા ખેડૂતો દ્વારા જાત મહેનતતી વીજ પોલ ઉભા કરી વીજ લાઈનો કિલય૨ કરી નાખેલ છે. પરંતુ આવા ખેડુતોને પણ આજદિન સુધી વિજળી પુરી પાડવામાં આવેલ નથી. ચોમાસુ શરૂ થાય તે પહેલાં વીજ પોલ ઉભા કરી વાડી વિસ્તારમાં વીજળી પહોંચાડે અથવા ખેડૂતોને રાહત દરે પેટ્રોલ ડિઝલ, કેરોસીન મળે જેથી ખેડુતો પોતાની જમીન પિયત કરી શકે અને આગામી ચોમાસુ પાક યથાવત લઈ શકે જો સરકાર આમ કરવા નિષ્ફળ જશે તો તા.21 મીથી બોડીદર, ઝાંઝરીયા, સોનપરા સહિતના આજુબાજુના ગામોના ખેડુતો આમરણ ઉપવાસ આંદોલન કરશે અને જરૂર પડયે ખેડુતો આત્મ વિલોપન કરશે તેવી ચિમકી પત્રના અંતમાં ખેડૂતોએ આપી છે.

અન્ય સમાચારો પણ છે...