મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે:શનિવારે ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબીરને સંબોધશે, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લીમિટેડ દ્વારા કરાયું આયોજન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - ફાઈલ તસવીર
  • 3000 મહિલા ખેડૂતની રહેશે ઉપસ્થિતી, ભાજપ કાર્યાલયની મુલાકાત, ટિફીન બેઠક થશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 16 એપ્રિલ શનિવારે જૂનાગઢના મહેમાન બનશે. તેઓ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. આયોજીત ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબીરને સંબોધશે. આ શિબીરમાં 3,000 મહિલાઓની ઉપસ્થિતી રહેશે. શિબીર બાદ મુખ્યમંત્રી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે તેમજ ત્યાં ટિફીન બેઠક કરી ભોજન લેશે.

આ અંગે બેન્કના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આ સંકલ્પની સિદ્ધિ માટે પ્રાકૃત્તિક ખેતીની તજજ્ઞો દ્વારા માહિતી મળી રહે તે માટે તે માટે 16 એપ્રિલ- શનિવારના સવારના 10 વાગ્યે કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર પટેલ સભાગૃહમાં ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબીર યોજાશે. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. અને ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેન્ક લી. અમદાવાદના સહયોગથી યોજાનાર ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબીરમાં જૂનાગઢ, વંથલી,ભેંસાણ તેમજ આજુબાજુના ગામોમાંથી 3000થી વધુ મહિલાની ઉપસ્થિતી રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર શિબીરમાં મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ઇફકો તેમજ ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીની અતિથી વિશેષ તરીકેની ઉપસ્થિતી રહેશે. આ તકે દિલીપભાઇ સંઘાણીનું સન્માન પણ કરાશે. શિબીર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે ટિફીન બેઠક કરી ભોજન લેશે.

અન્ય સમાચારો પણ છે...