શિયાળાનું આગમન:ફૂલો ખીલવાથી ચોમાસાની વિદાય, સપ્તપર્ણી એટલે શિયાળાનું એલાર્મ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરનાં માર્ગો અને અન્ય વિસ્તારમાં સપ્તપર્ણીમાં ફૂલ ખિલ્યાં છે. સપ્તપર્ણીનાં ફૂલમાંથી રાત્રીનાં તિવ્ર સુગંધ આવે છે. આ સુગંધ કેટલાક લોકોને અતિ પ્રિય લાગે તો કેટલાક લોકોને નાપસંદ હોય છે. પરંતુ સપ્તપર્ણીમાં ફૂલ આવવાએ એક ઋતુની વિદાય અને બીજી ઋતુનાં આગમનની નિશાની છે.

જીનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડીંગ વિભાગનાં આસી. પ્રોફેસર ડો. એસ.બી.ચૌધરીએ કહ્યું હતું કે, 15 દિવસ પહેલાથી સપ્તપર્ણીમાં ફ્લાવરીંગ સ્ટેજ આવી ગયું છે. વર્ષમાં માત્ર આ દિવસોમાં ફૂલ આવે એટલે ચોમાસુ પૂરૂં થવામાં હોય અને શિયાળો શરૂ થવામાં હોય. હવે દિવસ ટૂંકો અને રાત્રી લાંબી થશે.સપ્તપર્ણીમાં ફ્લાવરીંગ પછી એક મહિનામાં કડકડતી ઠંડી પડે જ.

  • રાત્રે એકદમ તિવ્ર સુગંધ આવે, દિવસે સુગંધ હળવી હોય
  • ઋતુ બેઠા પછી નહી પરંતુ ઋતુ બેઠા પહેલા ફૂલ આવે
  • સપ્તપર્ણીનાં વૃક્ષમાં પાનખર આવતી નથી,બારે માસે પાન લીલા રહે
  • લાકડુ નરમ હોય પેન્સિલ બનાવવામાં ઉપયોગ થાય
  • તાવ,ઝાડામાં ઔષધિક છે, પરંતુ યોગ્ય પ્રોસેસ કરીને ઉપયોગ થાય છે.
  • છોડ આવ્યા પછી 7-8 વર્ષમાં તેને ફૂલ આવી જાય છે.
અન્ય સમાચારો પણ છે...