તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જાણીતા શિવ ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યલ મીડિયામાં અનેક ચાહકોએ આંચકો અનુભવ્યો

જાણીતા ગુજરાતી ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું આજે જૂનાગઢમાં નિધન થયું છે. તેઓની શિવભજનોનું કલેક્શન દુનિયાભરના ગુજરાતીઓમાં લોકપ્રિય છે. યોગેશપુરી ગૌસ્વામી જૂનાગઢની ગિરીરાજ સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ રહેતા હતા. બચપણથી પિતા જયસુખપુરી ગૌસ્વામીની સાથે આદ્યાત્મિક ભજનોમાં તેમની રૂચિ કેળવાઇ હતી. તેમના ભાઇ વિજયપુરી ગૌસ્વામી નારાયણસ્વામીના સાન્નિધ્યમાં મંજીરા વાદક રહ્યા છે. યોગેશપુરીને સંતાનમાં બે પુત્રીઓ છે.

તેમના બીજા 3 ભાઇઓ કમલપુરી એડવોકેટ, અતુલપુરી ડોક્ટર અને ઘનશ્યામપુરી સ્પેરપાર્ટસના વેપારી છે. જ્યારે એક બહેન યુકેમાં છે. યોગેશપુરી પણ પિતાની માફક એસટીમાં નોકરી કરતા. પણ ભજનોમાં રૂચિને લીધે તેમણે નોકરી પણ છોડી દીધી હતી. તેમના શિવભક્તિના અનેક આલ્બમે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં તેમનો કાર્યક્રમ અચૂકપણે હોય.

અન્ય સમાચારો પણ છે...