• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Family Members Breathe A Sigh Of Relief After Receiving Reports That Seven Keshod Youths Who Went On A Pilgrimage To Kedarnath Are Safe.

યુવાનોને પરત લાવવા માગ:કેદારનાથની યાત્રાએ ગયેલા કેશોદના સાત યુવાનો સલામત હોવાના અહેવાલ મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેદારનાથમાં ફસાયેલ કેશોદના યુવાનો - Divya Bhaskar
કેદારનાથમાં ફસાયેલ કેશોદના યુવાનો
  • કેદારનાથમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ ભેખડો ધસી પડવાની ઘટનાઓ બનતા અનેક પ્રવાસીઓ ફસાયા છે

પવિત્ર ચારધામની યાત્રાએ ગયેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના સાત યુવાનો કેદારનાથ ખાતે ભેખડો ધસી પડવાના કારણે અટવાય ગયા છે. કેશોદના પ્રવાસીઓ કેદારનાથમાં ફસાયા છે ત્યારે ફન ફોર કેશોદ ગૃપનાં ગૌરક્ષક કિશનભાઈ બોરડ સહિતના સાતેય યુવાનો સહીસલામત છે. પરંતુ સાતેય યુવાનોને વતન કેશોદ આવવા માટે વહીવટી તંત્રને જાણ કરી છે.

કેદારનાથના રસ્‍તા પર થયેલ ભુખસ્‍થલનના ર્દશ્‍યો
કેદારનાથના રસ્‍તા પર થયેલ ભુખસ્‍થલનના ર્દશ્‍યો

કેદારનાથમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ભેખડો પડવાની ઘટનાથી રસ્તાઓ બંધ થયાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મશીનરી સાધનો વડે રસ્તો ખુલ્લો કરવા માટે કામગીરી શરૂ કરી છે. કેશોદથી કેદારનાથ ગયેલાં કિશનભાઈ બોરડ સહિતના સાતેય યાત્રાળુઓએ ઝડપથી બહાર નીકળવા મદદની માંગ કરી સ્થાનિક તંત્ર અને ગુજરાત રાજ્ય સરકારનાં સંપર્કમાં છે. તંત્ર દ્વારા રસ્તાઓ પરથી ભેખડ હટાવવાની કામગીરી હાથ ધરી કેદારનાથમાં રસ્તાઓ ઝડપી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારનાં પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ પણ કિશનભાઈ બોરડ સહિતના સાતેય યુવાનોને પરત કેશોદ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સંપર્કમા છે. કેશોદ પંથકમાં વિશાળ મિત્ર વર્તુળ ધરાવતાં ફન ફોર કેશોદ ગૃપ નાં ગૌરક્ષક કિશનભાઈ બોરડ નાં મિત્રો શુભેચ્છકો પણ પરત વતન માં સહિ સલામત આવી જાય એવી કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

કેદારનાથના રસ્‍તા પર થયેલ ટ્રાફીક જામના ર્દશ્‍યો
કેદારનાથના રસ્‍તા પર થયેલ ટ્રાફીક જામના ર્દશ્‍યો
અન્ય સમાચારો પણ છે...