ક્રાઇમ:મધુરમ બાયપાસ વિસ્તારનાે શખ્સ સામે પાસા

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સી ડિવીઝન પોલીસે મધુરમના બાયપાસ વિસ્તારમાં રહેતા ચેતન ઉર્ફે  સુલી નાનજીભાઇ ચાવડા વિરૂદ્ધ લોક ડાઉનમાં 3 ગુન્હા નોંધ્યા હોય તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. બાદમાં એસપી સૌરભ સિંઘે પાસાની દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધી સામે રજૂ કરતા જિલ્લા મેજીસ્ટ્રેટએ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરવા  હુકમ કર્યો હતો. દરમિયાન આરોપી જેલમાં હોય  કોર્ટ દ્વારા પાસાના હુકમની બજાવણી કરવા આરોપીનો કબ્જો સોંપતા પોલીસે આરોપીને પાસા હેઠળ લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...