તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ ગ્રાસે મક્ષિકા:નવી ગટર બનતાં બહારનું પાણી ઘરમાં ઘૂસશે, રોડ બે ફૂટ નીચે લઇ ગયા છત્તાં આ સ્થિતી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોકુલનગરમાં રોડ 2 ફૂટ નીચે ઉતાર્યા બાદ હાઉસ ચેમ્બરો બનાવી છત્તાં ચેમ્બરો ઉંચી રહી ગઇ. - Divya Bhaskar
ગોકુલનગરમાં રોડ 2 ફૂટ નીચે ઉતાર્યા બાદ હાઉસ ચેમ્બરો બનાવી છત્તાં ચેમ્બરો ઉંચી રહી ગઇ.
 • શહેરમાંં 40 કરોડના ખર્ચે બનનારી ભૂગર્ભ ગટરના કામમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો તાલ સર્જાયો
 • હાઉસ ચેમ્બરનું લેવલ જૂની ગટરથી ઉંચુ રાખી દેતા પાણી નિકાલની સમસ્યા સર્જાવાની વોર્ડ નંબર 11ના લોકોની દહેશત

જૂનાગઢ શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીમાં ક્ષતિ રહી જતા પાણી નિકાલની સમસ્યા સર્જાવાનો વોર્ડ નંબર 11ના લોકોએ આક્ષેપ કર્યો છે. આ અંગે મનપામાં રજૂઆત બાદ ફરી ચેમ્બર તોડી બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. પરિણામે પ્રજાના નાણાંનો બગાડ થવા ઉપરાંત લોકોની હાલાકીમાં પણ વધારો થશે. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં કુલ 350 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવાનું છે.

આ માટે કુલ 10 ઝોન પાડવામાં આવ્યા છે. આ પૈકી 2.5 ઝોનમાં હાલ કામગીરી થઇ રહી છે. ત્યારે વોર્ડ નંબર 11માં ગોકુલનગર, લોઢીયાવાડી, જલારામ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં જૂની ગટર કરતા નવી બનતી ગટરની હાઉસ ચેમ્બર ઉંચી બનાવી નાંખી છે, પરિણામે ગંદા પાણી નિકાલની સમસ્યા સર્જાવા ઉપરાંત ગંદા પાણી ઘરમાં ઘુંસે તેવી પણ સ્થાનિક લોકોએ દહેશત વ્યકત કરી છે.

દરમિયાન આ અંગે સ્થાનિક લોકોએ રજૂઆત કરતા મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દોડી આવ્યા હતા. બાદમાં જે નવી હાઉસ ચેમ્બર જૂની ગટર કરતા ઉંચી બની ગઇ છે તેને તોડી ફરી બનાવવામાં આવી રહી છે. આવું થવાના કારણે લોકોના નાણાંની પણ બરબાદી થઇ રહી છે તેમજ કામગીરી પૂર્ણ થવામાં સમય વધારે લગાતા આટલા સમય સુધી લોકોની હાલાકીમાં પણ વધારો થશે.

શું કહે છે મનપાના અધિકારી ?
સ્થાનિક લોકોની જાણકારી મુજબ જ કામ કર્યું છે. જોકે, અમુક લોકોને પોતાની વર્ષો જૂની ગટર ક્યાં નિકળે છે તેની પણ ખબર ન હતી. જ્યાં દેખાયું ત્યાં લેવલ મુજબ હાઉસ ચેમ્બરો બનાવી નાંખી. બ 15 થી 20 દિવસ સાફ સફાઇ બાદ જાણવા મળ્યું કે અમુક ગટરના લેવલ વધુ નીચા છે. હવે તેને લેવલ કરવાની કામગીરી ચાલું છે. - અલ્પેશ ચાવડા

ગોકુલનગરમાં રોડ 2 ફૂટ નીચે ઉતાર્યા બાદ હાઉસ ચેમ્બરો બનાવી છત્તાં ચેમ્બરો ઉંચી રહી ગઇ. ત્યારે જોવાનું એ છે કે શહેરમાં અનેક સ્થળેતો રોડ ઉપર જ રોડ બને છે. ત્યાં શું સ્થિતી થશે ? નવી હાઉસ ચેમ્બરો બનાવવાનો રિપીટ રેશીયો વધી જશે.

20 થી 40 ટકા હાઉસ ચેમ્બરો ફરી બનાવવી પડશે
વોર્ડ નંબર 11માં જે નવી ગટર બનાવી છે તેમાં ગોકુલનગરમાં 20 થી 40 ટકા હાઉસ ચેમ્બરો હયાત કનેકશન કરતા ઉંચી હોય ફરી બનાવાની નોબત આવશે. આવું થવાના કારણે ફરી રોડ તોડવા પડશે, નવી હાઉસ ચેમ્બર બનાવવી પડશે. કોન્ટ્રાકટર તો ફ્રિમાં ફરી કામ નહિ કરે માટે તમામ ખર્ચ પ્રજાના માથે આવશે.

ટેકનીકલ ફોલ્ટ હોઇ વેસ્ટ નાણાંનો બગાડ
સીસીરોડની સેન્ટરમાં ચેમ્બરો બનાવવાની માંગ હતી. એટલું જ નહિ હું તો એન્જીનિયર હોઉ ડ્રોઇંગ કરીને આપ્યું હતું કે આ રીતે કામ કરો જેથી ક્ષતિ ન રહે. તેમ છત્તાં જૂની ગટરના લેવલથી ઉંચી ચેમ્બર બનાવી નાંખી! આ ટેક્નિકલ ફોલ્ટ હોય વેસ્ટ ઓફ મની છે. પી.આર. પારઘી, પ્રમુખ ગોકુલનગર સોસાયટી.

મનપાના ઇજનેરોની ભૂલ છે, કોન્ટ્રાકટરોની નહિ
મનપાના ઇજનેરોની ભૂલ છે, કોન્ટ્રાક્ટરોની ભૂલ નથી. કોન્ટ્રાકટરોએ તો પોતાના ક્રાઇટ એરીયા મુજબ કામ કર્યું છે. પરંતુ મનપાના ઇજનેરોએ યોગ્ય સર્વે કર્યો ન હતો. જો તેમણે જૂની ગટરના લેવલનો સર્વે કરી નવી હાઉસ ચેમ્બર બનાવવાનું કહ્યું હોત તો આવી સ્થિતી નિર્માણ ન પામત. તુષારભાઇ સોજીત્રા, સ્થાનિક રહેવાસી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો