પોલીસ સજ્જ:15મી ઓગસ્ટની ઉજવણીને હોટલ, ધાબા, અવાવરૂ જગ્યામાં વ્યાપક ચેકીંગ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે. ત્યારે આ ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ અનેક મંત્રીઓની ઉપસ્થિતીમાં થનાર હોય પોલીસ દ્વારા શહેરના અનેક પોઇન્ટ પર વ્યાપકપણે ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલીંગ પણ હાથ ધર્યું છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,એ, બી, સી ડિવીઝન, તાલુકા પોલીસ, ભવનાથ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોડ, એસઓજીની ટીમ મળી 12 પોલીસ અધિકારી, 70 સ્ટાફ સાથે વ્યાપક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુખનાથ ચોક, નાથીબુ મસ્જિદ, દાતાર રોડ, ખાડીયામાં ભૂતકાળમાં ચોરી, ખૂન, લુંટ, મારામારી,જુગાર, દારૂ જેવા લીસ્ટેડ ગુનામાં પકડાયેલાનું લીસ્ટ બનાવી કોમ્બિંગ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...