વિકાસની વિપુલ તક તરફ દ્રષ્ટિપાત:2025માં એક્ષ્પોર્ટ ઉદ્યોગને 5,000 કરોડે લઇ જવાશે, કોરોનાના કપરા કાળમાં જૂનાગઢે 1,500 કરોડનું એક્ષ્પોર્ટ કર્યું હતું

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્ડોનેશીયાના કંન્સ્યુલેટ જનરલને બોલાવી જૂનાગઢના વેપારી,ઉદ્યોગકારો સાથે કરાશે મિટીંગ

જૂનાગઢમાં એકેય મોટો ઉદ્યોગ નથી માટે જૂનાગઢનો વિકાસ થઇ શકતો નથી. મોટાભાગના લોકો આવી માનસિકતા ધરાવે છે. જોકે, જૂનાગઢમાં એક્ષ્પોર્ટ ઉદ્યોગમાં વિકાસની વિપુલ તaકો છે. ત્યારે તેના તરફ ધ્યાન આપવામાં આવે જૂનાગઢનો ભરપૂર વિકાસ થઇ શકે તેમ છે. માટે એક્ષ્પોર્ટ ઉદ્યોગના વિકાસ માટે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી સંજયભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં પણ જૂનાગઢ જિલ્લાના 72 જેટલા ઔદ્યોગિક એકમોએ મળી કુલ 1,500 કરોડથી વધુની વસ્તુનું એક્ષ્પોર્ટ કર્યું હતું! આમાં મોટો હિસ્સો એગ્રીકલ્ચર પ્રોડક્ટસનો હતો. આમ, જૂનાગઢ એ એગ્રીકલ્ચર પ્રોડક્ટસનું હબ બની શકે તેમ છે. ત્યારે હાલમાં જે 1,500 કરોડનું એક્ષ્પોર્ટ થાય છે તેને 2025 સુધીમાં 5,000 કરોડ સુધી લઇ જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ માટે સંસ્થા દ્વારા એક સેમિનારનું આયોજન કરાશે જેમાં ઇન્ડોનેશીયાના કંસ્યુલેટ જનરલને ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે. 21 ફેબ્રુઆરીએ તે જૂનાગઢમાં આવી વેપારીઓ, ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે સેમિનાર કરી એક્ષ્પોર્ટ કરવા અંગેનું માર્ગદર્શન આપશે. ત્યારે જિલ્લાના તમામ વેપારીઓ, ઔદ્યોગિક એકમોના સંચાલકો આમાં ઉપસ્થિત રહી એક્ષ્પોર્ટ અંગેની જાણકારી મેળવશે જેનાથી એક્ષ્પોર્ટ વધારી 2025માં 5,000 કરોડના લક્ષ્યાંકને પાર કરી શકાશે.

સેમિનારથી શું ફાયદો થશે?
એક્ષ્પોર્ટ વધશે જેથી આવક વધવા સાથે વિદેશી હુંડિયામણ વધશે. અનેક ઉદ્યોગોમાં કોલસો વપરાય છે તેની સસ્તા ભાવે આયાત પણ કરી શકાશે. જૂનાગઢ જિલ્લામાં એગ્રિકલ્ચર પ્રોકડટોમાં ઇન્વેસ્ટરોને રોકાણ કરવા આકર્ષિત કરી શકાશે. આમ, એક્ષ્પોર્ટની દુનિયામાં જૂનાગઢ જિલ્લાને વૈશ્વિક ઓળખ મળશે.

વિદેશના એક્ષ્પર્ટ બીજી વખત ભાગ લેશે
જિલ્લામાં ઉત્પાદિત થતી પ્રોક્ડટો વૈશ્વિક બને, વધુ નિકાસ થાય તે માટે માર્ગદર્શન આપવા અગાઉ સાઉથ આફ્રિકાના ત્રીનીદાદ, ટોબેકોના કોન્સ્યુલેટ જનરલ જૂનાગઢમાં આવ્યા હતા. હવે ઇન્ડોનેશિયાના કંન્સ્યુલેટ જનરલ જૂનાગઢમાં આવશે. બીજી વખત વિદેશી એક્ષ્પર્ટ જૂનાગઢમાં આવશે અને નિકાસ અંગેની જાણકારી આપશે.

કઇ કઇ વસ્તુ એક્ષ્પોર્ટ થાય છે?
તલની નિકાસ જાપાન, કોરિયા, ચિનમાં થાય છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં મગફળી, તેલીબીયા પ્રોડક્ટસ, સિંગતેલ, ઇન્ડસ્ટ્રિઝમાં વપરાય તેવું સોલવન્ટ, સોયાબીન, એરંડા, કેસર કેરી, ફિશ (સી ફૂડ),જ્વેલરી વગેરેની નિકાસ થાય છે. ઉપરાંત ઓસ્ટિંગ એન્જીનિયરીંગની બોલ બેરીંગ સહિતની અનેક પ્રોડક્ટની પણ વિદેશોમાં ભારે ડિમાન્ડ હોય એક્ષ્પોર્ટ થાય છે. જ્યારે હેલ્થ કેરની પ્રોડક્ટમાં પણ નિકાસ થઇ શકે તેમ છે.

શા માટે સેમીનાર ?
જૂનાગઢમાં કોઇ નવો મોટો ઉદ્યોગ નથી. નવા એકમની સ્થાપના કરવામાં અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઇએ. લાંબો સમય ગાળો જોઇએ. સરકારમાંથી મંજૂરીમાં લાંબો સમય જાય. ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં સમય લાગે. નવા ઉદ્યોગોમાં આવી મુશ્કેલી હોય ત્યારે નિકાસમાં જિલ્લામાં વિકાસની અનેક તકો છે. જરૂર છે આપણે તેને ઓળખીએ અને તેના નિકાસ દ્વારા જિલ્લાની નવી જ ઓળખ ઉભી કરીએ. માટે એક્ષ્પોર્ટની કામગીરી વધારાય તો વેપાર ધંધા વઘે. પરિણામે સેમિનાર કરી જાણકારી અપાશે, અડચણ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે.

એક્ષ્પોર્ટ હાઉસનો દરજ્જો મળે તેવી શક્યતા છે
જિલ્લામાંથી અનેક વસ્તુનું એક્ષ્પોર્ટ થતું હોય પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક વેપારી, ઔદ્યોગિક એકમોના માલિકો તેમનાથી અજાણ હોય જોડાતા નથી. જો તમામ જોડાય તો જૂનાગઢ જિલ્લાને એક્ષ્પોર્ટ હાઉસનો દરજ્જો પણ મળી શકે તેવી તકો છે.

અન્ય સમાચારો પણ છે...