પુસ્તક પ્રદર્શન:ડો.આંબેડકર, ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 300થી વધુ વાંચકોએ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો

જૂનાગઢના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પુસ્તકનું પ્રદર્શન યોજાયું હતું. ડો. આંબેડકરની 131મી જન્મ જયંતિ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર અને રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોને મૂકવામાં આવ્યા હતા.

પુસ્તક પ્રદર્શનને નિવૃત્ત ગ્રંથપાલ મુકુન્દરાય રાવલે ખુલ્લું મુકયું હતું. આ તકે મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગર સહકર્મચારી કિશોરભાઇ રાવલ, એચ.પી. સુત્રેજા તેમજ જિલ્લા ગ્રંથાલયનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પુસ્તક પ્રદર્શનનો 300થી વધુ વાંચકોએ લાભ લીધો હોવાનું ગ્રંથપાલ મહેશ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...