તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, જિલ્લામાં માત્ર ત્રણ ઝોન રહ્યાં

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
3 દિવસ રસીકરણ બંધ રહ્યા બાદ શનિવારથી પ્રારંભ થયો હતો. જૂનાગઢના 10 સેન્ટર પર રસી આપવામાં આવી હતી. દરેક સેન્ટર પર સવારથીજ લોકોની કતાર જોવા મળી હતી - Divya Bhaskar
3 દિવસ રસીકરણ બંધ રહ્યા બાદ શનિવારથી પ્રારંભ થયો હતો. જૂનાગઢના 10 સેન્ટર પર રસી આપવામાં આવી હતી. દરેક સેન્ટર પર સવારથીજ લોકોની કતાર જોવા મળી હતી
  • જિલ્લામાં જુલાઇમાં કોરોનાનાં સરેરાશ 5 થી ઓછા કેસ : મૃત્યુ શુન્ય

જૂનાગઢ જિલ્લો કોરોના મુક્ત થઇ રહ્યો છે. જિલ્લામાં જુલાઇ મહિનામાં કોરોનાનાં 5 થી ઓછા કેસ આવ્યાં છે. તેમજ મૃત્યુ પણ શુન્ય છે. એટલું જ નહી જિલ્લામાં હવે માત્ર 3 જ કન્ટેનમેન્ટ ઝોન રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં એક સમયે કોરોનાનાં રોજનાં 500 કેસ થઇ ગયા હતાં. હવે કોરોના કેસ ઘટી ગયા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાનાં કેસ સામાન્ય થઇ ગયા છે. તેમજ પણ જુલાઇ મહિનાની શરૂઆતમાં કોરોનાનાં કેસ ઘટી ગયા છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાનાં માત્ર 20 કેસ નોંધાયા છે. માત્ર 1 જુલાઇનાં 5 કેસ નોંધાયા હતાં. બાદ રોજ 2 કેસ સામે આવી રહ્યાં છે.

કોરોના મુક્તિ તરફ જિલ્લો આગળ વધી રહ્યો છે. 1 જુલાઇનાં જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 18 હતી,જે ઘટીને હવે માત્ર 3 રહી છે. તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં ઘરની સંખ્યા 24 હતી,જે ઘટીને 8 રહી છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં વસ્તી 198ની હતી,જે ઘટીને માત્ર 37ની રહી છે. હવે ટુંક સમયમાં જિલ્લો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...