તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રીસ્ટ્રકચરીંગના લાભમાં સહકારી બેન્કોની બાદબાકી, નેશનલાઇઝ બેન્કોને 50 લાખ સુધીની લોન રીકન્સ્ટ્રકટ કરવા મંજૂરી

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલાઇઝ બેન્કોની જેમ લાભ આપવા કરાઇ રજૂઆત

કો ઓપરેટીવ સેકટર ચલાવતી બેન્કોને પણ રીસ્ટ્રકચરીંગનો લાભ આપવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, કોવિડ 19ને નાથવા રિઝર્વ બેન્ક દ્વારા 50 લાખ સુધીની લોન રિકન્સ્ટ્રક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આમાં નેશનલાઇઝ બેન્કોનો સમાવેશ કરાયો છે પરંતુ સહકારી ક્ષેત્રની કો ઓપરેટીવ બેન્કોનો સમાવેશ થયો નથી. નેશનલાઇઝ બેન્ક કરતા સહકારી ક્ષેત્રની બેન્કોની કામગીરી સારી છે.

ત્યારે નેશનલાઇઝ બેન્કોને મળતા લાભો સહકારી ક્ષેત્રની કો ઓપરેટીવ બેન્કોને પણ મળવા જોઇએ. હાલ કોરોનાના કારણે અનેક લોકોની નોકરી છૂટી ગઇ હોય નાના અને મધ્યમ વર્ગિય પરિવારોને લોન ભરપાઇ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે સહકારી ક્ષેત્રે પણ લોન રિસ્ટ્રકચરીંગનો લાભ આપવો જોઇએ જેથી નાના અને મધ્યમ વર્ગિય લોકો પણ લોન ભરપાઇ કરી શકે. અન્યથા લોન ન ભરપાઇ કરી શકવાના કારણે ડિફોલ્ટરોની સંખ્યા વધી જશે.

અન્ય સમાચારો પણ છે...