એજ્યુકેશન:નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષા, બીજા દિવસે 14 કોપી કેસ થયા

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21,839 માંથી 449 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાના બીજા દિવસે 14 કોપી કેસ નોંધાયા હતા. જ્યારે કુલ 21,839માંથી 449 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા યુજી સેમેસ્ટર 5 અને એલએલબી સેમેસ્ટર 5(રેગ્યુલર અને એક્સટર્નલ) ની પરીક્ષા યોજાઇ રહી છે.

દરમિયાન 2 સેશનમાં 73 કેન્દ્રો પર યોજાતી પરીક્ષાના બીજા દિવસે કુલ 21,839 વિદ્યાર્થીઓમાંથી 449 ગેરહાજર રહ્યા હતા. જ્યારે મેથ્સ, ઇકોનોમિક્સ, કેમેસ્ટ્રી, ગુજરાતી, સોશ્યોલોજી, અંગ્રેજી અને સંસ્કૃત વિષય વિષયમાં મળી કુલ 14 કોપી કેસ થયા છે.

આમાં પોરબંદરમાં 1, વેરાવળમાં 1, સુત્રાપાડામાં 1, મેંદરડામાં 1, કોડીનારમાં 4 અને જૂનાગઢમાં 6 કોપી કેસનો સમાવેશ થાય છે. દરમિયાન પરીક્ષામાં થતા ચોરીના દૂષણને ડામવા માટે અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી કેમેરાથી ઝીણવટભર્યું મોનીટરીંગ કરાઇ રહ્યું હોવાનું પણ કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...