તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:જૂનાગઢમાં ઈલેક્ટ્રોનિક કંપનીના ગોડાઉનમાંથી એસી અને ટીવીની ચોરી પૂર્વ કર્મચારીએ જ કરી હોવાનો ખુલાસો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરી કરનાર પૂર્વ કર્મચારી - Divya Bhaskar
ચોરી કરનાર પૂર્વ કર્મચારી
  • નોકરી સમયે 3 લાખના એસી અને ટીવીની ચોરી કર્યાની કબૂલાત

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક કંપનીના ગોડાઉનમાંથી થોડા દિવસ પહેલા ત્રણ લાખથી વધુની કિંમતના ઉપકરણોની ચોરી મામલે તપાસ કરી રહેલ એલસીબીએ અગાઉ કામ કરતા પૂર્વ કર્મચારીને પકડી પૂછપરછ કરતા તેણે પોતે શો રૂમમાં નોકરી કરતો હતો ત્યારે ટીવી. અને એ.સી.ચોરી કર્યાની કબૂલાત આપતા ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

"જેનું ખાધું એનું ખોયદુ" કહેવતને સાર્થક કરતા કિસ્સાની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સેલ્સ ઇન્ડિયા કંપનીનું ગોડાઉન આવેલું છે તારીખ 8 મે થી 22 મે દરમ્યાન ગોડાઉનમાંથી ટી.વી, એસી, વોટર હીટર, ઇનવર્ટર સહિત કુલ ત્રણ લાખથી વધુના ઉપકરણોની ચોરી થયાની ફરિયાદ થઈ હતી. આ ચોરી અંગે એલસીબીએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ ચોરીમાં હેડ ક્વાર્ટર નજીક રાધે ફ્લેટસમાં રહેતા હારદેન ભુપેન્દ્રગીરી રામદેતી સંડોવાયેલો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે એલસીબીના સ્ટાફે હારદેનને ઝડપી એલસીબી કચેરી ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરેલ ત્યારે શરૂઆતમાં તો ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં આગવીઢબે કડક પૂછપરછ કરતા આ શખ્સ પોતે અગાઉ સેલ્સ ઇન્ડિયા શો રૂમમાં નોકરી કરતો હતો. તે સમયે એક વાર ચાર એસી અને બીજી વખત ચાર ટીવીની ચોરી કર્યાની અને આ ટીવી અને એસી પોતાના ઘર નીચે શ્રીનાથજી રેફ્રીઝરેશન વાળા તેજસભાઈ કાપડીયાને આપ્યા હોવાની કબૂલાત આપી હતી. આથી ચોરી કરેલ મુદામાલ જપ્ત કરવામાં આવી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. હાલ બી ડીવીઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...