રોષ:જૂનાગઢ શહેરમાં દરરોજ 40 થી 45 પશુના મોત થાય છે !

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગલધામમાં લમ્પિથી મત્યુ પામેલી ગાયનો 2 દિ'થી રઝળતો મૃતદેહ
  • મૃત ગાયને મહાનગરપાલિકા ન ઉપાડતા સ્થાનિકોમાં રોષ

જૂનાગઢમાં લમ્પિ વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ વાઇરસ દરરોજ અનેક પશુને ભરખી જતો હોય હાલ મૃત ગાયો- પશુના મૃતદેહ ઉપાડવામાં પણ મનપાની ટીમ પહોંચી વળતી નથી. આ અંગે મળતી વિગત મુજબ શહેરના મંગલધામ 3માં જીનલ પેલેસની બાજુમાં લમ્પિના કારણે ગાય માતાનું મોત થયું હતું. આ અંગે મનપામાં રજૂઆત કર્યાના 2 દિવસ બાદ પણ કોઇ મૃતદેહને ઉપાડવા માટે ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૃત પશુના કારણે દુર્ગન્ધ આવતી હોય અહિં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે મૃતપશુના મૃતદેહનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકએ માંગ કરી છે.

દરમિયાન આ અંગે મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં દરરોજના 40 થી 45 પશુના મોત થાય છે. ત્યારે ક્યાં ક્યાં દોડવું? મૃતપશુના નિકાલ માટે હાલ 4 ટ્રેકટર, 2 જેસીબીને 2 પાળીમાં કામે લગાડ્યા છે. દિવસભર શહેરમાંથી મૃત પશુના મૃતદેહને ઇવનગર ડમ્પિંગ યાર્ડ ખાતે લઇ જવામાં આવે છે. આ માટે 2 જેસીબીના 2 પાળીના મળી 4 ડ્રાઇવરો, 4 ટ્રેકટરના 2 પાળીના મળી 8 ડ્રાઇવરો તેમજ 10થી વધુ મજૂરોને કામે લગાડ્યા છે. ત્યારે શક્ય એટલી ઝડપે મૃત પશુનો નિકાલ થાય તે માટે અમારા પ્રયાસો રહ્યા છે. છત્તાં એટલા પશુઓ મરે છે કે સત્વરે સેવા આપી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...