ગેસ એજન્સી:દરેક ગ્રાહક જાગૃત થાય અને વજન કરાવી, બોટલ ચેક કરીને જ ગેસનો બાટલો સ્વીકારે

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમે તો વજન કાંટા સાથે આપીએ જ છીએ

જૂનાગઢ ગેસ એજન્સીઓને પૂછતા જાણવા મળ્યું છે કે ગેસ એજન્સી દ્વારા દરેક ગેસના બાટલાની સપ્લાય કરતા માણસને વજન કાટો સાથે આપવામાં આવે છે. જેમાં કોઇ ગ્રાહક વજન કરવાનું કે છે તો કોઇ વજન કરાવતા નથી.

જેમાં જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંધ કે જે રાણાવાવ ચોક ખાતે આવેલ ગેસ એજન્સીએ જણાવ્યું હતું કે આમારા તરફથી દરેક સપ્લાય કરતા માણસને વજન કાંટા સાથે આપવામાં આવે છે. આ ગેસ એજન્સીની માંથી 9 માણસો દ્વારા ઘરે ધરે સપ્લાય આપવામાં આવે છે અને દરેક પાસે વજન કાંટા સાથે આપવામાં આવ્યા છે. જેમાં કોઇ વ્યકતી વજન કરવાનું કે તો વજન કરી આપવામાં આવે છે. જયારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક બાટલામાં ગેસનો વજન 14.2 કિલોગ્રામ આપવામાં આવે છે.અને બોટલનો વજન અલગ અલગ હોય છે.

આ બન્ને વજન બોટલ ઉપર લખાયેલ હોય છે. આ બંન્ને વજનનો સરવાળો કરતા જે વજન આવે તે વજન ગ્રાહક આપતી વખતે હોવો જોઇએ.જયારે અજીત ગેસ એજન્સી કે જે જેલ રોડ પર આવેલી છે. તેમણે જણાવ્યું હતું કે અમાર દ્વારા 6 માણસોને વજન કાંટા આપવામાં આવ્યા છે. અને જે માણસો જૂના હોવાથી હવે તેને માટે નવી ડીઝીટલ વજન કાંટા મંગાવવાની અરજી પણ કરવામાં આવી છે. અને આ ડીઝીટલ વજન કાંટામાં 20 ગ્રામ વજન ઓછો હશે તો તે પણ ગ્રાહકને દેખાશે. અમારા દ્વારા દરેક ગેસની બોટલ કે જે ગાડી દ્વારા ઉપરથી આવે છે તેનો વજન કરવામાં આવે છે.

જો તે બોટલમાં વજન 200 ગ્રામ કે તેથી વધારે ઓછો હોય તો તે બોટલ પાછી મોકલાવી લઇએ છીએ પણ ગ્રાહકને આપતા નથી અને તેણે કહ્ય હતું અમે કહીએ છીએ કે દરેક ગ્રાહક ગેસનો બાટલો ચેક અને વજન કરીને જ પછીજ લયે. તેને કહ્યા હતું કે અમુક વિસ્તારમાં ગ્રાહકો જાગૃત પણ છે. જે વજન કરી પછી ગેસની બોટલ લે છે જેમકે જૂનાગઢમાં આવેલ કાળીયાર વિસ્તાર અને જમાલવાડી વિસ્તારના ઘણા માણસો દ્વારા વજન ચેક કરીને જ ગેસ બોટલ સ્વીકારવામાં આવે છે. આમ જો ગ્રાહક જાગૃત હોય તો અમને પણ ખબર પડે કે માણસોને ગેસની બોટલમાં ગેસ પુરો મળે છે. અને જો બાબતનો ફેરફાર લાગે નો અમને જાણ કરો જેથી તેનું નિવારણ લાવી શકીએ.

અન્ય સમાચારો પણ છે...