રાહત:આખરે વડાલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવી

વડાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આખરે વડાલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવી

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ફોરટ્રેક નેશનલ હાઇવે પર અવારનવાર સ્ટ્રીટ લાઇટો બીલ ન ભરવાના કારણે બંધ હોય છે. આ અંગે તા. 4 ડિસે. 2020 ના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેમાં ગામલોકોએ જો હાઇવે પરની સ્ટ્રીટ લાઇટો શરૂ ન થાય તો આંદોલનની ચિમકી પણ આપી હતી. તાલુકા ભાજપ મંત્રી સુરેશ જાગાણી દ્વારા છેક દિલ્હી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઅાતો કરી હતી. જેને પગલે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બાકી રહેતી રકમની ચૂકવણી કરી દેવાતાં સ્ટ્રીટ લાઇટો ફરી શરૂ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...