રજૂઆત:વીસીઈએ ઈ-શ્રમ કાર્ડની કામગીરી કરનારને પણ હજુ વળતર નથા મળ્યું

જુનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટા જૂનાગઢ જિલ્લા મંડળ દ્રારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

છેલ્લા કેટલાક સમયથી ઈ-શ્રમની કામગીરી વીસીઈ દ્રારા પણ કરવામાં આવી રહી છે. જો કે સરકાર દ્રારા તેમને હજુ સુધી વળતર ચુકવવામાં ન આવતાં ભારે નારાજગી જોવા મળી રહી છે.અને જુનાગઢ જિલ્લા વિસીઈ મંડળ દ્રારા આવેદન આપવામાં આવ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ,જુનાગઢ જિલ્લામાં પણ આશરે 5 મહિના થી ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે.

જે કામ વીસીઈ દ્રારા કરાઈ છે.અને કાર્ડ દીઢ ધારા ધોરણ મુજબ વળતર ચૂકવાઈ છે.અને જિલ્લામાં 1 લાખથી વધુ કાર્ડ પણ ઇસ્યુ થઈ ગયા છે.પરંતુ નવાઈની વાત એ છે કે કાર્ડ ની કામગીરી કરનારને હજુ સુધી કોઈ જ વળતર ચૂકવાયું નથી.જેથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીસીઈ મંડળ દ્રારા આવેદન આપી વળતર ચુકવવાની માંગ કરાઈ હતી.} તસ્વીર ભરત સોનારા

અન્ય સમાચારો પણ છે...