તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Even The State of the art Bus Station In Girgarhda Did Not Get Adequate ST Bus Facility, 12 Issues Were Presented To Higher Authorities.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ગીરગઢડામાં અધતન બસ સ્‍ટેશન તો બન્‍યુ પણ પૂરતી એસટી બસની સુવિધા ન મળી, 12 મુદ્દાઓ સાથે ઉચ્‍ચ અધિકારીઓને રજુઆત કરાઇ

ગીરગઢડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગીરગઢડાથી વેરાવળ સુધી જવાની એક પણ સીધી એસટી બસ શરૂ ન થઇ
 • એસટી બસના રૂટ શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સે રાજ્ય સરકાર અને એસટીના ઉચ્‍ચ અધિકારીઓને 12 મુદ્દાઓના સુચન સાથેની રજુઆત કરી છે. વર્ષો પૂર્વે અસ્‍ત‍િત્‍વમાં આવેલા ગીરગઢડા તાલુકા મથકેથી જીલ્‍લા મથક વેરાવળ સુધી જવાની એક પણ એસટી બસ શરૂ થઇ નથી. જેથી ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સે રાજ્ય સરકાર અને એસટીના ઉચ્‍ચ અધિકારીઓને રજુઆત કરી છે.

રાજ્ય સરકારે ગીરગઢડામાં અધતન એસટી બસ સ્‍ટેશન તો બનાવી આપ્‍યુ પરંતુ લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની એસટી બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોર્મસના હોદ્દેદારોએ એસટીના ઉચ્‍ચ અધિકારીઓ અને રાજ્ય સરકારને 12 મુદાની લેખીત રજુઆત કરી નવા બસ રૂટો શરૂ કરવા માંગણી કરી છે.

ગીરગઢડામાં અધતન બસ સ્‍ટેશન તો બવાવાયું પણ પુરતી બસ ના મળી

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશ ગાંઘી, ઉપપ્રમુખ અનિલ વિઠલાણી, ભાવેશ હિરપરાએ કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે, છ વર્ષ પૂર્વે ગીરગઢડા તાલુકો અસ્‍તિત્‍વમાં આવતા રાજ્ય સરકારે ત્‍વરીત ગીરગઢડામાં અધતન બસ સ્‍ટેશન તો બનાવ્યું છે, પરંતુ તેને ઘણો સમય થઇ ગયો હોવા છતાં ગીરગઢડા તાલુકાને એસટી બસોની પુરતી સુવિધા મળી શકી નથી. ગીરગઢડા ગામ અને તાલુકો મોટો હોવાની સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પથરાયેલો હોવાથી લાંબા અંતરની તથા ગ્રામ્‍ય વિસ્‍તારોને જોડતી બસ સુવિધા હજુ ખુટે છે. જેથી પંથકના લોકોને બહારગામ, તાલુકા કે જીલ્‍લા મથકે આવન જાવન કરવા અનેક મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને લઇ અમારા સુચવ્‍યા મુજબના એસટી રૂટો ગીરગઢડાથી શરૂ કરવા માંગણી છે.

બસના રૂટમાં ફેરફાર કરવા માંગ

જેમાં ગીરગઢડાથી વડોદરા, સુરત અને અંકલેશ્વર જવાની સીધી એકપણ બસ ન હોય તે શરૂ કરવા, ગીરગઢડાથી વાયા અમરેલી થઇ વડોદરા બસ જે ઉનાથી સાંજે 6 વાગ્‍યે ઉપડે છે તેને ગીરગઢડા રૂટથી ચલાવો, ઉના-રાજકોટ સવારે ઉપડતી બસને રીટર્નમાં વાયા વેરાવળના બદલે તાલાલા-ગીરગઢડાના રૂટ પરથી ચલાવો તો જુનાગઢ-તાલાલા રૂટના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને સાંજે સુવિઘા મળે, ઉના-અમરેલી-કૃષ્‍ણનગર બસને ઉનાના બદલે ગીરગઢડાથી ઉપાડી ચલાવી, ઉના-ભાવનગર-વડોદરા બસને ગીરગઢડાથી ઉપાડવી જોઇએ.

અગાઉ રાત્રીના 8:30 વાગ્‍યે ગીરગઢડાથી તાલાલા, કેશોદ બસ ચાલતી તે બંઘ હતી તે ફરી શરૂ કરવી, ગીરગઢડા-ગાંઘીનગર બસ રીટર્નમાં ગઢડા આવવાના બદલે સીધી દિવ જતી હોય તેને ઉના-ગીરગઢડા રૂટ પર ચલાવો, ઉના-ગીરગઢડા-સાસણ-સતાઘાર રૂટની બસ જંગલના રસ્‍તાના બહાના હેઠળ ઘણા સમયથી બંઘ હોય તે ચાલુ કરો, ગીરગઢડાથી જીલ્‍લામથક વેરાવળ જવા માટે હાલ એક પણ સીઘી બસ ન હોય તે રૂટ પર સવાર-સાંજ બે અપડાઉન બસ શરૂ કરો, વેરાવળ-ભગુડા રૂટની બસ લાંબા સમયથી ખરાબ રસ્‍તાના કારણે બંઘ હોય તે ચાલુ કરો, વર્ષો પહેલા ગીરગઢડાથી વાયા ભાવનગર-અમદાવાદ બસ દોડતી તે બસ હાલ ઉનાથી ઉપડતી હોય જેને ગીરગઢડાથી ઉપાડો, ઉના-ગીરગઢડા, ખીલાવડ, ઘોકડવા, તુલસીશ્‍યામ રૂટ પર એસટી બસો શરૂ કરવા માંગણી છે.

ઉપરોકત જણાવ્‍યા મુજબના રૂટો પર એસટી બસો શરૂ થશે તો ગીરગઢડા શહેર અને તાલુકાની પ્રજાને રાહત થવાની સાથે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવામાંથી છુટકારો મળશે. આ સાથે વેપારીઓને કામકાજ અર્થે બહારગામ જવામાં સાનુકુળતા રહેશે. જેથી માંગણી મુજબની એસટી સેવા વ્‍હેલીતકે ગીરગઢડાને મળતી થાય તેવી કાર્યવાહી કરવા અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો