ધર્મસભા:સત્કાર્ય કરવામાં મોડા ભલે પડ્યા, મોળા તો નજ પડશો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોતને ભલે અટકાવી ન શકાય પણ સુધારી શકાય છે : જૈનાચાર્ય

ગિરનારના તિર્થની ગોદમાં આવેલ દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં 99 ગિરનાર તિર્થ યાત્રા યોજાઇ રહી છે. દરમિયાન પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું કે, જીવનને ઉદ્યાન બનાવવાનું છે,ઉકરડો નહિં. જે સત્કાર્યો કરવા છે તે આજે જ કરી લો, આવતીકાલ ઉપર છોડશો નહીં.

સત્કાર્યો કરવામાં મોડા ભલે પડયાં, મોળા ન જ પડશો. આજ આપણા હાથમાં છે. કાલની કોઈ ખબર નથી. સારા વિચારો આવે એ સજ્જન નથી પણ સારા વિચારોને જે આચરણમાં મૂકે તે સજ્જન છે. જીવનમાં ત્રણ ચીજો સતત ધ્યાનમાં રાખવા જેવી છે.આપણું પુણ્ય તકલાદી છે,મન ચંચળ છે અને આયુષ્યનો કોઈ ભરોસો નથી.સારા દિવસોમાં સત્કાર્યોની મૂડી ભેગી કરી લો ખરાબ દિવસો આવશે ત્યારે તમે કાંઈ જ નહીં કરી શકશો. પુણ્ય અને મનની જેમ આયુષ્યનો પણ કોઈ ભરોસો નથી. ચેક પર સહિ કરતા, રાત્રે શુભ વિચાર કરીને સુતા પણ સવારે ઊઠ્યા જ નહીં.

ડેથ (મૃત્યુ) નક્કી છે, ડેટ(તારીખ) નક્કી નથી. જીવન પાણીના પરપોટા જેવું છે આયુષ્યની દોર દોરી ગમે ત્યારે તૂટી શકે છે. જે સાધના અને શુભ કાર્યો કરવા હોય તેમાં જરાય વિલંબ ન કરશો. મોતને ભલે અટકાવી ન શકાય પણ સત્કર્મો દ્વારા સુધારી જરૂર શકાય છે.

અન્ય સમાચારો પણ છે...