ફરિયાદ:ખુદ સગીરા પ્રેમ કબુલે તો પણ દુષ્કર્મીને જામીન ન મળે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણના યુવાને જૂનાગઢમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું હતું

ભેંસાણના એક શખ્સ સામે જૂનાગઢમાંથી 2 મહિના પહેલાં 15 વર્ષની સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં તેણે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. ભેંસાણના ભાવેશ દિનેશભાઇ સાંખલા (ઉ. 24) નામના શખ્સ સામે ગત તા. 8 જુલાઇ 2022 ના રોજ એક 15 વર્ષીય સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ એ ડિવીઝન પોલીસમાં નોંધાઇ હતી. જેમાં આરોપી જેલ હવાલે થયા બાદ જામીન અરજી કરી છે. જેમાં તેના વકીલે એવી દલીલ કરી હતી કે, સગીરાએ પ્રેમ સંબંધ કબુલ કર્યો છે.

અને તેણે સ્વેચ્છાએ પિતાના ઘરનો ત્યાગ કર્યો છે. જેની સામે સરકારી વકીલ નિરવ કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી, સાહેદો અને ભોગ બનનારને હેરાન કરી ફરીયાદી પર સમાધાન કરવાનું દબાણ પણ કરાવી શકે છે. અને પંચોને યેનકેન પ્રકારે લોભ, લાલચ, ધાક ધમકી આપી ફેરવી નાંખે એવી શક્યતા છે. વળી આવા સ્ત્રી અત્યાચાર અને સગીરા પર થતા અત્યાચારના ગુનેગારો વધુ ગુનો કરવા પ્રોત્સાહન મળશે. આથી ત્રીજા એડી. સેશન્સ જજ બીના સી. ઠક્કરે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

પરબના મેળામાં પ્રેમ થઇ ગયા બાદ પુણે લઇ ગયો
ભાવેશ સગીરાને જૂનાગઢથી સુરત અને ત્યાંથી પુણે લઇ ગયો હતો. જ્યાં એક કારખાનામાં તેના પર 2 દિવસ શરીર સંબંધ બાંધ્યો હતો. અને પોલીસનો ફોન આવતાં તે સગીરાને લઇ જૂનાગઢ પોલીસમાં હાજર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...