તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સર્વે થયા બાદ પણ મંજૂર થયેલ વિમાની રકમથી ખેડૂતો વંચિત

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લાની બેઠક મળી
  • ગાય આધારિત ખેતી, પેક હાઉસ, નેટ હાઉસમાં સહાય કરે

કૃષિ યુનિવર્સિટીના કિસાન ભવન ખાતે ભારતીય કિસાન સંઘની જૂનાગઢ જિલ્લાની બેઠક મળી હતી. બેઠકમાં મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનોના પૂરતા ભાવ મળતા નથી. વરસાદ ખેંચાતા બિયારણ ફેઇલ જવાની ભિતી છે. વરસાદ ન થાય તો ખેડૂતો પાયમાલ થઇ જશે અને આપઘાત કરવો પડે તેવી સ્થિતી પેદા થશે.

ત્યારે સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ સહાય આપે. સર્વેમાં મજૂર થયેલ રકમથી પણ ખેડૂતો વંચિત રહ્યા છે. જ્યારે ગાય આધારીત ખેતી, પેક હાઉસ, નેટ હાઉસમાં વધુ સહાય ચૂકવે તેવી માંગ કરાઇ હતી. આ તકે ગોવિંદભાઇ ચોચા, રાજેશભાઇ બુહા, મનજીભાઇ, દિલીપભાઇ ભૂત વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...