ક્રાઇમ:અઢી વર્ષ વ્યાજ ચૂકવ્યું છત્તાં વ્યાજ બમણું થયું, મુદ્દલ એટલું જ રહ્યું !!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાયદાની ભાષા સમજાવતા ચેક, ચેક રિર્ટનની નોટીસ, લખાણ પરત કર્યા

જૂનાગઢમાં ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરી પઠાણી ઉઘરાણી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા એસટીના નિવૃત્ત કર્મીના દિકરાએ કોરોનામાં નોકરી છૂટી જતા 10 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયા સામે અઢી વર્ષ સુધી વ્યાજ ભરવા છત્તાં વ્યાજખોરોએ વ્યાજ ડબલ કર્યું અને મુદ્દલ પણ એટલું જ રહ્યું! વ્યાજખોરોએ પેનલ્ટિ સહિત વ્યાજના 3 ગણા રૂપિયા લગાવી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

બાદમાં યુવાને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી આપવિતી જણાવી હતી. બાદમાં બી ડિવીઝન પીઆઇ એન.આઇ. રાઠોડ અને ટીમને મોકલી વ્યાજખોરોને પોલીસ સ્ટેશને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા તેને કાયદાનું જ્ઞાન આવી ગયું હતું. બાદમાં વ્યાજખોરોએ હવે અરજદાર પાસેથી કંઇ લેવાનું નથી થતું તેવું જણાવ્યું હતું.

જોકે, 2 વ્યાજખોરો વધુ હોશિયાર હોઇ અરજદાર પાસેથી ચેક લઇ ત્રાહિત વ્યક્તિને આપી 4.5 લાખના ચેક રિટર્નની નોટીસ પણ મોકલવામાં આવી હતી. બાદમાં પોલીસે તેને પણ કાયદાની ભાષા સમજાવી કાનુની કાર્યવાહીની તૈયારી કરતા બન્ને વ્યાજખોરો પણ ફફડી ઉઠ્યા હતા અને લીધેલા ચેક, રિટર્ન ચેકની નોટીસ અને લખાણના કાગળો પરત આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...