તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડ ખોદાયો:ખાનગી કંપનીએ ખોદ્યાના એક માસ પછી પણ રસ્તો બિસ્માર

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપેર નહી થાય તો ભાજપના કોર્પોરેટર કરશે આંદોલન

જૂનાગઢના વોર્ડ નંબર 10માં આવેલ રસ્તાને ખાનગી કંપનીએ ખોદી નાંખ્યો છે. 1 મહિનો વિત્યા પછી પણ રસ્તો રિપેર ન થતા ભાજપના કોર્પોરેટરે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેશભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 10માં આવેલ માઢ સ્ટ્રીટ, નીચીબારીના ડેલાથી છાયા બજારના રોડને ખાનગી કંપનીએ કેબલ નાંખવા માટે ખોદી નાંખ્યો છે.

રોડ ખોદ્યાના 1 મહિના પછી પણ રોડ રિપેર કરવામાં આવ્યો નથી. રોડમાં કાંકરી,પત્થર, માટીના ઢગલાના કારણે વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સત્વરે આ રોડને રિપેર કરવામાં નહિ આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ભાજપના કોર્પોરેટર હિતેશભાઇ ગાંધીએ ચિમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છેકે, 1 વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરીના વાંકે માર્ગો ખોદી નાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...