આવેદન સાથે રજૂઆત:સિવીલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવો

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધી ટ્રેઇન્ડ નર્સ એસોસિએશન દ્વારા એસપીને આવેદન સાથે રજૂઆત

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઇ છે. આ અંગે ધી ટ્રેઇન્ડ નર્સ એસોસિએશનની ગુજરાત રાજ્યની બ્રાન્ચના નેજા હેઠળ એસપીને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે, તબીબો દર્દીઓના રક્ષકની ભૂમિકા ભજવે છે તેમ છત્તાં તેમના પર હુમલા કરાય છેે.

જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફ પર હિચકારો હુમલો કરાયો હતો. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ છે. આ તકે દિપકમલ વ્યાસ,જયેશ અંધારીયા,ઇકબાલ કડીવાલા,દર્શન સોમણ, કિરણ દોમડીયા, વિનોદ પટેલ સહિતના આરોગ્યકર્મીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...