રાજુલામાં રહેતા 56 વર્ષીય નિવૃત્ત આર્મીમેન ગોરધનભાઇ નારણભાઇ ગોહિલને વર્ષોથી તમાકુ ચોળીને ખાવાની આદત. આથી ઓગષ્ટ 2019 માં તેમણને ગળે કોળિયો ઉતરવાની તકલીફ શરૂ થઇ. જમતી વખતે મોમાં કોળિયા સાથે પાણી કે છાશ પીએ તોજ ગળે ઉતરે એવી હાલત થઇ ગઇ.
ડોક્ટરે એન્ડોસ્કોપી, એક્સરે, સીટી સ્કેનના આધારે અન્નનળીનું કેન્સર હોવાનું નિદાન કર્યું. સેકન્ડ ઓપીનીયનમાં પણ નિદાન એજ રહ્યું. આ પ્રકારના કેન્સરને તબીબી ભાષામાં સ્કોમર્સ સેલકાર્સીનોમા કહેવાય છે. આ સ્થિતીમાં દર્દીને કોળિયો ઉતારતી વખતે દુ:ખાવો થાય, પાણી વારેવારે પીવું પડે. ગળામાં ખુબજ શોષ પડે, લાળ ગ્રંથિ સૂકાઇ જાય અને છાતીમાં દુ:ખાવો પણ થાય.
ગોરધનભાઇને બંને ઓપીનીયનમાં ઓપરેશનની જરૂર ન હોવાનું અને ફક્ત રેડીયેશનથી સારું થઇ જશે એમ કહેવાયું. તેમને 28 રેડીયેશન અને 5 કીમોથેરાપી લેવાની હતી. તમાકુ તો રેડીયેશન શરૂ થયા ત્યારથીજ છોડી દીધી હતી. પણ અન્નનળીના અગ્રભાગના કોષ સુકાઇ ગયા હતા.
જે પુનર્જીવિત ન થાય તો દર્દીને કાયમી કાંઇને કાંઇ તકલીફ તો રહેજ. માર્ચ 2020 માં રાજુલાનાજ એક અમીનભાઇ મળ્યા. તેમના પિતાને એવીજ તકલીફ હતી. તેમણે જૂનાગઢના આયુર્વેદિક પ્રેક્ટીશનર ડો. અક્ષય સેવકનું નામ સુચવ્યું. ગોરધનભાઇએ ડો. અક્ષય સેવકની ઇન્યુનિટી વધારવાની ટેબ્લેટ સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી.
ધીમે ધીમે છાશ સાથે જ કોળિયો ઉતરે એ સ્થિતી ઓછી થવા લાગી. કોષ પુનર્જીવિત થતાં તેની આડઅસર પણ ઓછી થવા લાગી. અને હવે દોઢ વર્ષે રેડીયેશન અને કેમોથેરાપીની આડઅસર સંપૂર્ણપણે નાબુદ થઇ ગઇ છે. ડો. સેવક કહે છે, આને અન્નનળીના રીહેબિલીટેશનની પ્રક્રિયા કહેવાય. હવે તેમની અન્નનળીના અગ્રભાગના કોષ સામાન્ય સ્થિતીમાં આવી ગયા છે.
રેડીયેશન-કેમો પછી શું થઇ શકે?
આ પ્રકારના કેન્સરમાં રેડીયેશન અને કેમોથેરાપી બાદ પણ દર્દીને વારંવાર અંદર મશીન નાંખી અન્નનળી પહોળી કરવી પડે. ક્યારેક પ્લાસ્ટિકની નળી પણ મૂકવી પડે. આ બધી મોંઘી સારવાર છત્તાં દર્દીને જીવનભર તકલીફ તો રહેજ. જેનો આયુર્વેદિક ટેબ્લેટથી સાવ છેદ ઉડી ગયો. - ડો. અક્ષય સેવક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.