તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ સહિત દેશભરના 65 લાખ પેન્શનરોનો પ્રશ્ન

જૂનાગઢ સહિત દેશભરના 65 લાખ ઇપીએફઓ-95ના કર્મચારીઓને મામુલી પેન્શન મળે છે. હાલ કાળઝાળ મોંઘવારીમાં તમામ ચિજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પેન્શનની નજીવી રકમમાં પરિવારનું ગુજરાન ચલાવવું તેમજ વૃદ્ધાવસ્થામાં માંદગીની સારવાર કરાવવાનું પણ મુશ્કેલ બન્યું છે.

પેન્શનની રકમ વધારવા અગાઉ અનેક વખત રજૂઆત કરાઇ છે, પરંતુ તે બાબતે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. ત્યારે આ પ્રશ્ન ઉકેલવાની માંગ સાથે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ પીએફ કચેરી ખાતે મધુર સોશ્યલ ગૃપ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને મોંઘવારીને અનુરૂપ પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરાઇ હતી. આ તકે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતી, ઉપપ્રમુખ રાજેશ શ્રીવાસ્તવ, મહામંત્રી નરેશભાઇ સાંસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો