શિક્ષણ:બીએડ,એમએડની પ્રવેશ પરીક્ષા પૂર્ણ, આન્સર કી વેબસાઇટમાં મૂકાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજીત
  • બીએડમાં​​​​​​​ 5,186માંથી 4,453 હાજર, એમએડમાં 583માંથી 466 હાજર

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બીએડ, એમએડ કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષાની માહિતી આપતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બીએડ, એમએડ પ્રવેશ પરીક્ષા વિવિધ 17 કેન્દ્રો પર યોજાઇ હતી જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે. બીએડમાં પ્રવેશ માટે 5,186 અને એમએડમાં પ્રવેશ માટે 583 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. દરમિયાન બીએડમાં 4,453 અને એમએડમાં 466 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી.

કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં અને બીએડ,એમએડ પ્રવેશ સમિતીના ચેરમેન અને યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડીકેટ મેમ્બર જયભાઇ ત્રિવેદીના નેજા હેઠળ સંપૂર્ણ પારદર્શકતા હેઠળ પ્રવેશ પરીક્ષા સંપન્ન થઇ છે. દરમિયાન પરીક્ષાની આન્સર કી પણ વેબસાઇટમાં મૂકી દેવામાંં આવી છે. હવે ટૂંક સમયમાં જ પરિણામ પણ આપી મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે તેમ કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છેે.

અન્ય સમાચારો પણ છે...