તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના પ્રોફેસરનો પિત્તો ગયો ને...:હાથ સેનેટાઇઝ કરવાનું કહેતી પત્નીને ગળું દબાવી નાંખ્યું, મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અભયમનો સંપર્ક કર્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જૂનાગઢની પરિણીતાને દિકરી જન્મતાં મેણાંટોણાં મારી મકાન લેવા 30 લાખ માંગ્યા હતા

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને એક ઇજનેરી કોલેજમાં ભણાવતા પ્રાધ્યાપકને પત્નીએ કહ્યું, હાથ ધોઇ સેનેટાઇઝ કરીને પુત્રીને અડજો. આથી તેણે પુત્રીને મારવા દોડી પત્નીનું ગળું દબાવ્યું હતું. પત્નીએ પોતાને છોડાવી 181 ને ફોન કર્યો હતો. અને બાદમાં પતિ તેમજ સાસરિયાં સામે મેણાંટોણાં મારી મકાન લેવા 30 લાખ માંગ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર શ્રી પેલેસમાં રહેતી દૃષ્ટિબેન કપિલકુમાર રવિયા (ઉ. 31) એ પોતાના પતિ કપિલ, સસરા શાંતિલાલ કાળાભાઇ રવિયા, સાસુ મંજુલાબેન, નણંદ ભાવિશાબેન અનિલકુમાર શીલુ, અને મહેશ્વરીબેન શાંતિલાલ રવિયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, લગ્ન બાદ પોતાને પુત્રી નિયંતાનો જન્મ થતાં પતિ સહિતનાએ મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં મકાન લેવા માટે 30 લાખનો કરિયાવર માંગ્યો હતો. એ વખતે પતિ સુરેન્દ્રનગરની ઇજનેરી કોલેજમાં પ્રોફેસર હતા. બાદમાં તેઓ જૂનાગઢ નજીકની એક ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપક છે.

દરમ્યાન ગત તા. 10 મે ના રોજ પતિ બપોરે 4 વાગ્યે ઘેર આવતાં દૃષ્ટિબેને કપિલને કહ્યું, હમણાં કોરોના ચાલે છે તો હાથ ધોઇ સેનેટાઇઝ કરીને પુત્રીને અડજો. આથી તે ગિન્નાયો હતો. અને પુત્રીને મારવા દોડતાં દૃષ્ટિબેને વચ્ચે પડતાં તેને ઢીકાપાટુ મારી ગળું દબાવ્યું હતું. દૃષ્ટિબેને પોતાને માંડ છોડાવી ઘરનો દરવાજો ખોલી રાડારાડ કરતાં કપિલ ભાગી ગયો હતો. બાદમાં દૃષ્ટિબેને 181 ને બોલાવી હતી. અને પોતાની વિતક કહી હતી. આથી 181 તેમને મહિલા પોલીસ સ્ટેશને લાવી હતી. જ્યાં તેમણે પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. અને ત્યાંથી સિવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી બાદમાં તેમના સંબંધી સાથે તેમને ઘેર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે પિતાને ફોન કર્યો હતો. બનાવની તપાસ પીઆઇ આર. બી. સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...