તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:મજૂરોની રોજગારી ઠપ્પ સરકારી સહાય મેળવવા બેંકે પહોંચ્યા, બેંક બહાર રૂપિયા મેળવવા લોકોની લાંબી કતારો લાગી

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ,

જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન ના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  મજૂરી ન મળતાં ગરીબ વર્ગના લોકો સરકારી સહાય મેળવવા બેંક ખાતે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ બેંકના ખાતા માં સહાય જમાં થય રહી છે. ગરીબ વર્ગ ના લોકો ને હાલ રોજગારી ન મળતાં સરકારી સહાય મેળવવા બેંક બહાર કતારો લગાવી રહ્યા છે. શહેરમાં આવેલી સરકારી બેંક માં નાણાં મેળવવા સવારથી જ લોકોની ભીડ જોવા મળે છે. બેંક દ્વારા બેંક ની બહાર તંબુ ખડકી દેવાયા છે, ગ્રાહકો માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.બેંક પર આવેલા લોકોને પૂછવામાં આવતા ઘણા પ્રશ્નો બહાર આવ્યા હતા. 
સવાલ : સરકારે જમાં કરેલી રાશી ઉપાડવી જરૂરી છે કે નહિ ? 
રકમ ઉપાડવામાં નહી આવે તો રકમ ફરી સરકાર દ્વારા લય લેવામાં આવશે ? 
અમારા ખાતામાં સહાય કેમ જમાં થયેલ નથી ? 
જવાબ : બેંક ખાતા માં જમાં કરાયેલ રકમ કોઈ ઉધાર કરી શકે નહિ. જમાં થયેલી રાશી ઉપાડવી જરૂરી નથી. હાલ જનધન યોજના હેઠળ ની મહિલા ખાતેદાર ના એકાઉન્ટ માં જ રૂપિયા જમાં કરાયેલ છે.  લોકો એ ઓનલાઇન પાસબુક ડાઉનલોડ કરવી જોઈએ. માત્ર એન્ટ્રી પડાવવા લોકોએ બેંક ખાતે લાઈન લગાવવી યોગ્ય નથી.-બેંક મેનેજર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો