સારવાર:શિવરાત્રીનાં મેળામાં ઇમર્જન્સી સારવાર 108ને 161 કેસ મળ્યા

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 સ્થળે વાન ગોઠવી 25 ના સ્ટાફે સેવા આપી, પડી ગયેલા, તાવ, શરદી, ઉલ્ટી, છાતીમાં દુ:ખાવોમાં સારવાર અપાવી

મહા શિવરાત્રી મેળામાં ઇમરજન્સી સારવાર 108ને 161 કેસ મળ્યા હતા જેમાં તમામને સમયસર સારવાર અપાવી હતી. આ અંગે 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યું હતું કે, મહા શિવરાત્રીના મેળા દરમિયાન 25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સુધી 108એ ફરજ બજાવી હતી. ભવનાથ ઝોનલ ઓફિસ, જિલ્લા પંચાયત પાર્કિંગ, અશોક શિલાલેખ, દાતાર રોડ અને ગિરનાર દરવાજા પાસે મળી કુલ 5 એમ્બ્યુલન્સમાં 25ના સ્ટાફે પ્રોગ્રામ ઓફિસર જયેશ કારેણના માર્ગદર્શનમાં સેેવા આપી હતી.

5 દિવસીય મેળા દરમિયાન કુલ 161 કેસ મળ્યા હતા. આમાં પડી ગયેલા કે એકસીડેન્ટ થયેલા 52 કેસ, તાવ, શરદી, ઉઘરસ, ચક્કર આવવા, ઉલ્ટી થવી, પેટમાં દુ:ખાવો થવાના 98 કેસ, છાતીમાં દુ:ખાવોના 11 કેસ હતા. તમામને સ્થળ પર જ સયમસર સારવાર આપી હતી. જ્યારે વધુ જરૂરિયાત વાળા દર્દીને સિવીલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...