વિધાનસભા સંગ્રામ 2022:જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : 9 બેઠક ઉપર 73 ઉમેદવારો વચ્ચે જંગ

જૂનાગઢ,ઊના,વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢની 5 બેઠક પર 1272307, ગીર-સોમનાથની 4 બેઠક પર 116793 મતદારો
  • ​​​​​​​માણાવદરમાં 7, માળિયા હાટીનામાં 5, કેશોદ 7, માંગરોળ 6, વિસાવદર 5, જૂનાગઢ 9, કોડીનાર 5, સોમનાથ 9, તાલાલા 10 અને ઊનામાં 10 ઉમેદવારો

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેથી 17 નવેમ્બરે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોય ચીત્ર સ્પષ્ટ થયું હતું. ત્યારે જ ઊનાની વાત કરીએ તો અંતિમ દિવસે શામજીભાઈ બોઘાભાઈ સોલંકીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.

અને હવે ભાજપના ઉમેદવાર કાળુભાઈ ચનાભાઈ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ ભીમાભાઈ વંશ અને આપના ઉમેદવાર સેંજલબેન ખૂંટ આ ત્રણ મુખ્ય પક્ષ અને રાઈટ ટુ રીપોલ પાર્ટીનાં ઈશ્વરભાઈ રામભાઈ સોલંકી, ભારતીય રક્ષક પાર્ટીના પાંચાભાઈ ભાયાભાઈ દમણીયા, રાષ્ટ્રીય સમાજદળના શાંતિલાલ કીડેચા તેમજ અપક્ષના માનસિંહ બાલુભાઈ ગોહીલ, નિલેશ અનિલભાઈ કોરાસી, ભાણજી ખેતાભાઈ વાળા, બાલુ કરશનભાઈ વંશ વચ્ચે ચૂંટણી જંગ જામશે. જ્યારે કોડીનાર બેઠકની વાત કરીએ તો ભાજપના પદ્યુમનભાઈ વાજા, કોંગ્રેસના મહેશભાઈ મકવાણા, આપના વાલજીભાઈ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના સોસા બાલુભાઈ અને અપક્ષના વાઢેળ દિલીપસિંહ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જ્યારે સોમનાથ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા, ભાજપના માનસિંહભાઈ પરમાર, આપના જગમાલભાઈ વાળા, બહુજન સમાજ પાર્ટીના આંબેચડા હમીરભાઈ અને અપક્ષના અસતારભાઈ પંજા, ઈરફાનભાઈ મુંગલ, ઈશ્વરલાલ સોનેરી, મોતીવરસ દેવેન્દ્રભાઈ, ઉદયભાઈ શાહ વચ્ચે ચૂંટણી જંગ જામશે. જ્યારે તાલાલા બેઠક પર કોંગ્રેસના ડોડીયા માનસિંહભાઈ, ભાજપના ભગાભાઈ બારડ, આપના સોલંકી દેવેન્દ્રભાઈ, બહુજન સમાજ પાર્ટીના પરમાર ફરીદાબેન જ્યારે અપક્ષની વાત કરીએ તો અબ્દુલભાઈ મજગુલ, ચાંડપા કરશનભાઈ, જયેશભાઈ કામળીયા, ડાકી જયસુખલાલ, ફેજલ ઈબ્રાહીમભાઈ ધામલોટ, રફાઈ મહમદશા ઈકબાલશા વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જૂનાગઢ બેઠક પરના ઉમેદવારો
86-જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઇ ગલાભાઇ જોષી, ભાજપના સંજય સુખાભાઇ કોરડીયા, બહુજન સમાજ પાર્ટીના મયુરભાઇ હરિલાલ રાણવા, ભારતિય જન પરિષદના દિલીપભાઇ રણછોડભાઇ ગોરફાડ, આમઆદમી પાર્ટીના ચેતનભાઇ હરસુખભાઇ ગજેરા, અપક્ષના ઘનશ્યામભાઇ હિંમતભાઇ મશરૂ,મમતાબેન જયંતિભાઇ બોતવાડીયા, શશીકાંતભાઇ કરશનભાઇ રાવત અને હરેશભાઇ મનુભાઇ સરધારાનો સમાવેશ થાય છે.

કેશોદ બેઠક પરના ઉમેદવારો
88- કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઇ પુંજાભાઇ માલમ, કોંગ્રેસના હીરાભાઇ અરજણભાઇ જોટવા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઘનાભાઇ મુનાભાઇ આંત્રોલીયા, આમ આદમી પાર્ટીના રામજીભાઇ બાબુભાઇ ચુડાસમા તેમજ અપક્ષના અરવિંદભાઇ કેશવભાઇ લાડાણી, અલ્પેશભાઇ ચંદુલાલ ત્રાંબડીયા અને લલીતભાઇ એલ. ડેડાણીયાનો સમાવેશ થાય છે.

માણાવદર બેઠક પરના ઉમેદવારો
85- માણાવદર બેઠક પર કોંગ્રેસના અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી, ભાજપના જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા, બહુજન સમાજ પાર્ટીના દેવદાનભાઇ કાનાભાઇ મુછડીયા, આમ આદમી પાર્ટીના કરશનભાઇ પરબતભાઇ ભાદરકા તેમજ અપક્ષના પરબતભાઇ ભાયાભાઇ કરંગીયા, મહેશભાઇ પરમાર અને ભાવિનભાઇ શાંતિલાલ
રાઠોડનો સમાવેશ થાય છે.

માંગરોળ બેઠક પરના ઉમેદવારો
89- માંગરોળ બેઠક પર ભાજપના ભગવાનજીભાઇ લાખાભાઇ કરગટીયા, કોંગ્રેસના બાબુભાઇ કાળાભાઇ વાજા, બહુજન સમાજ પાર્ટીના હંસાબેન વિજયભાઇ માકડિયા, આમ આદમી પાર્ટીના પિયુષભાઇ પરમાર, ઓલ ઇન્ડિયા મજલીસ-એ- એતિહાદુલ મુસ્લિમીનના સુલેમાનભાઇ મોહમદભાઇ પટેલ અને અપક્ષના હમીરભાઇ લખમણભાઇ ધામાનો સમાવેશ થાય છે.

વિસાવદર બેઠક પરના ઉમેદવારો
87- વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના કરશનભાઇ નારણભાઇ વાડદોરીયા, બહુજન સમાજ પાર્ટીના મનસુખભાઇ નાથાભાઇ વાઘેલા, ભાજપના હર્ષદભાઇ માધવજીભાઇ રીબડીયા, આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઇ ગાંડુભાઇ ભાયાણી અને અપક્ષના ઇકબાલભાઇ હબીબભાઇ સમાનો સમાવેશ થાય છે.​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...