રોષ:જૂડામાંથી બાદ 30 થીવધુ ગામોમાં ચૂંટણી બહિષ્કારનો ગણગણાટ

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જબરજસ્તીથી ડિપી પ્લાનનો ઠરાવ લાગુ કરતા રોષ

જૂડામાંથી બાદ કરાયા પછી પણ આવા ગામડામાં ડીપી રોડ મુકવાના બહાને થતી હેરાનગતિથી તંગ આવી ગયેલા ખેડૂતોમાં ગ્રામ પંચાયતની ચૂૂંટણીના બહિષ્કારનો ગણગણાટ થઇ રહ્યો છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, અગાઉ જૂડામાં 51 ગામોનો સમાવેશ કરાયો હતો જેમાંથી 32 ગામોમાં વિરોધ ઉઠતા તેને જૂડામાંથી બાદ કરાયા હતા. જોકે, તેમ છત્તાં આવા જૂડામાંથી બાદ થયેલા ગામોમાં પણ 2020માં ડિપી રોડનો ઠરાવ કરી નંખાયો હતો. વળી, આ ડિપી રોડનો ઠરાવ કરાયો ત્યારે કોઇપણ ખેડૂતોને કે ગ્રામ પંચાયતોને જાણ પણ કરી ન હતી.

આમ, બંધ બારણે ઠરાવ કરી ખેડૂતો તેમજ ગ્રામ પંચાયત સાથે વિશ્વાસઘાત કરાયો છે. ત્યારે આવા ગામોના ખેડૂતોમાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ ગણગણાટ થઇ રહ્યો છે. આ અંગે આગામી સમયમાં ખેડૂતોની મિટીંગો યોજાય અને નિર્ણય લેવાય તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...