તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરી ચિત્ર:જૂનાગઢ જીલ્‍લા પંચાયતમાં 92, નવ તાલુકા પંચાયતમાં 443 ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીના મતદાન પૂર્વે જ જીલ્‍લા પંચાયતની એક, પાલીકાની એક અને તાલુકા પંચાયતની ત્રણ બેઠક બિનહરીફ થઇ

જૂનાગઢ જીલ્‍લામાં સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણી માટેનું ફાઇનલ ચિત્ર સ્‍પષ્‍ટ બની ગયુ છે. ચુંટણી પ્રક્રીયામાં ફોર્મ પરત ખેચાયા બાદ જૂનાગઢ જીલ્‍લા પંચાયતની 30 બેઠકો માટે ભરાયેલા કુલ 158 ફોર્મમાંથી 59 ફોર્મ અમાન્‍ય રહેલ અને 6 ફોર્મ પરત ખેંચાયા બાદ હવે 29 બેઠકો માટે 92 ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે. જીલ્‍લા પંચાયતની બિલખા બેઠક, જૂનાગઢ તા.પ.ની ભલગામ, માણાવદર તા.પ.ની વાડાસડા, વંથલી તા.પ.ની ઘંઘુસર, કેશોદ પાલીકાની એક બેઠક બિનહરીફ થઇ છે.

જૂનાગઢ જીલ્‍લાની નવ તાલુકા પંચાયતોની વાત કરીએ તો કુલ 158 બેઠકો માટે ભરાયેલા 758 ફોર્મ પૈકી 283 અમાન્‍ય રહેલ અને 29 ફોર્મ પરત ખેચી લીઘા હતા. જેથી હવે 443 ઉમદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે. અામ, જીલ્‍લાની કુલ 187 બેઠક માટે 535 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં તાલુકા પંચાયત વાઇઝ વાત કરીએ તો ભેંસાણ તા.પ.ની 16 બેઠકો માટે 43 ઉમેદવારો, જૂનાગઢ તા.પ.ની 18 બેઠકો માટે 44 ઉમેદવારો, કેશોદ તા.પ.ની 18 બેઠકો માટે 58 ઉમેદવારો, માળીયા તા.પ.ની 20 બેઠકો માટે 50 ઉમેદવારો, માણાવદર તા.પ.ની 16 બેઠકો માટે 36 ઉમેદવારો, માંગરોળ તા.પ.ની 20 બેઠકો માટે 58 ઉમેદવારો, મેંદરડા તા.પ.ની 16 બેઠકો માટે 57 ઉમેદવારો, વંથલી તા.પ.ની 16 બેઠકો માટે 36 ઉમેદવારો, વિસાવદરની 18 બેઠકો માટે 61 ઉમેદવારો મેદાનમાં છે. અાગામી તા.28 મી ફેબ્રુઅારીએ મતદાન થશે.

કેશોદ પાલીકાની 36 બેઠકની ચુંટણી પૂર્વે જ ભાજપને એક બેઠક બિનહરીફ જાહેર થયેલ છે. ફોર્મ ખેંચવાના દિવસે કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીમાંથી બે-બે ફોર્મ પરત ખેંચાતા વોર્ડ નં.3 ના ભાજપના ઉમેદવાર વિરાભાઇ સિંઘલ બિનહરીફ થયા છે. હવે 35 બેઠકો માટે 105 ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે. કેશોદ પાલીકામાં અા વખતે ત્રીપાંખીયો જંગ બની રહે તેવા એંઘાણ વર્તાય રહયા છે. કારણ કે, 35 બેઠકો માટે 105 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 35, કોંગ્રેસના 34, અાપના 39, એનસીપીના 2 અને 3 અપક્ષો મેદાનમાં છે. કેશોદ પાલીકાના 9 વોર્ડોમાં માંથી સૌથી વઘુ વોર્ડ નં.1 માં 14 ઉમેદવારો છે. જયારે સૌથી અોવા ઉમેદવારો વોર્ડ નં.3 માં માત્ર 5 ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો