તપાસ:ઝેરી દવાની અસરથી વૃદ્ધનું મોત

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણાવદર પંથકનાં એકલેરા ગામે રહેતા એક વૃદ્ધ વાડીએ બાજરાના પાકમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરી રહ્યાં હતા એ દરમિયાન ઝેરી અસર થઈ જતા આ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત થતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

માણાવદર તાલુકાનાં એકલેરા ગામે રહેતા હિરાભાઈ પુંજાભાઈ વેગડા (ઉ.વ.65) ખેતરમાં બાજરાના પાકનું વાવેતર કર્યું હોય જેમાં હિરાભાઈ જંતુ નાશક દવાનો છંટકાવ કરતા હોય તે દરમિયાન આ ઝેરી દવાની અસર હિરાભાઈને થઈ હતી. જેમની જાણ પરિવારજનોને થતા સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન હિરાભાઈનું મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...