કોરોના કેસ:જૂનાગઢ જિલ્લામાં રવિવારે વધુ આઠ કોરોના પોઝિટીવ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 દિવસમાં 15 પોઝિટીવ, 9 ડિસ્ચાર્જ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ જાણે તેજ રફતાર પકડી હોય તેમ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શનિવારે 7 કેસ આવ્યા બાદ રવિવારે વધુ 8 દર્દી કોરોના પોઝિટીવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં રવિવારે કુલ 8 કોરોનાના કેસ નોંધાયા છે. આમાંથી 4 કેસ જૂનાગઢ સિટીના છે.

જ્યારે 3 કેસ માળીયા હાટીનામાં અને 1 કેસ માણાવદરમાં નોંધાયો છે. આમ, જિલ્લાના કુલ કેસના 50 ટકા કેસ માત્ર જૂનાગઢ સિટીમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે શહેરીજનોએ કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. દરમિયાન 2 દિવસમાં કુલ 15 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે તેની સામે 2 દિવસમાં કુલ 9 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. રવિવારે જૂનાગઢ સિટીમાંથી 6 અને શનિવારે સિટીનો 1, માળીયા હાટીનામાં 1 અને માણાવદરમાં 1 મળી 2 દિવસમાં કુલ 9 દર્દીએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...